Damanganga Times.

Damanganga Times.

August 21, 2026

નાનીવહીયાળ હાઈસ્કૂલના ક્લાર્કનું મહાન રક્તદાતા તરીકે સન્માન

નાનીવહીયાળ હાઈસ્કૂલના ક્લાર્કનું મહાન રક્તદાતા તરીકે સન્માન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૨૦ ઃ વોક ટુ ગેધર્સ શ્રીઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, નાનીવહીયાળ, તા. ધરમપુરના સિનિયર ક્લાર્ક  પ્રફુલભાઈ નટુભાઈ આહિરે ૭૨મી વખત રક્તદાન કરીને રક્તદાન મહાદાનના સૂત્રને સાચા અર્થમાં સાકાર કર્યું છે. તેમની આ ઉમદા સેવાકીય ભાવના અને સમાજ પ્રત્યેના અનન્ય યોગદાનને બિરદાવવા માટે દક્ષિણ ગુજરાત ખેરગામ વિભાગ આહીર સમાજ સાર્વજનિક મંડળ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના આદિજાતિ, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે પ્રફુલભાઈ આહિરેને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રફુલભાઈ આહિરે વર્ષોથી નિયમિત રક્તદાન કરીને અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમનું આ કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી બની રહ્નાં છે અને યુવાનોને પણ રક્તદાન માટે પ્રોત્સાહિત કરે છે.શાળાના સમગ્ર પરિવાર દ્વારા પ્રફુલભાઈ આહિરેને આ સન્માન બદલ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી તેમજ તેમના સેવાભાવી કાર્ય માટે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળા પરિવારને ગર્વ છે કે તેમના સ્ટાફના સભ્યઍ માનવસેવાના ક્ષેત્રમાં ઍક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.