વાપી વિશ્વકર્મા હોલમાં ૧૭ કલાકારોનું તબલાવાદન
- byDamanganga Times
- 21 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ વાપી વિશ્વકર્મા હોલમાં સાધક તબલા પરિવાર દ્વારા ઍક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સરસ્વતી વંદના કરી ત્યારબાદ, ૧૭ જેટલા શિષ્યોઍ તબલા વાદન તથા વાંસળીના સૂરો થી શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા પછી ગુરુજીઍ તબલા વાદનથી વાતાવરણ ને સંગીતમય બનાવી દીધું હતું.
ત્યાર બાદ જે શિષ્યો તબલાની પરીક્ષા માં ઉત્તીર્ણ થયા હતા તેમને ગુરુજી દ્વારા પ્રમાણપત્ર ઍનાયત કરવામાં આવ્યા અને ગુરુજીઍ તમામ શિષ્યોને શુભેચ્છા તથા આશીર્વાદ આપ્યા હતા.
સાથે જ પધારેલ તમામ વાલીઓ તથા મહેમાનોનો આભાર માન્યો હતો. ગુરુજી અવિનાશ સરની પ્રેરણાથી અવધેશ, અક્ષર, વ્યોમ અને નેહલ બેન ઍ આ કાર્યક્રમનું કુશળ સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંત માં ચી. ત્વરા દેસાઈ ઍ ગુરુજી પ્રતિ આભાર વ્યક્ત કરી કાર્યક્રમની વિધિવત પુર્ણાહુતી કરી હતી.
