Damanganga Times.

Damanganga Times.

August 21, 2026

નારગોલ માછીવાડ ખાતે ડૉકયાર્ડ-જેટી બનાવવાની માંગ

નારગોલ માછીવાડ ખાતે ડૉકયાર્ડ-જેટી બનાવવાની માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૦ ઃ મમકવાડા ગામના આદિવાસી ખેડૂતોની જમીનના પ્રશ્ને ધારાસભ્ય દ્વારા મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ટેનન્સી ઍક્ટ હેઠળ ૩૨- ગ મુજબ આદિવાસી ખેડૂતોને જમીન મળ્યા બાદ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે જમીનની રકમ સમયસર ભરી ન શકાતા શરતભંગ થયો હતો અને જમીન સરકાર હસ્તક થઈ છે.
ધારાસભ્યઍ રજૂઆત કરી હતી કે આ જમીન વર્ષોથી આદિવાસી ખેડૂતો જ ખેડી રહ્ના છે, તેથી માત્ર રકમ ભરપાઈ ન થઈ હોવાના કારણે તેમની જમીન ખાલસા ન કરવામાં આવે. સરકાર યોગ્ય કિંમત લઈને આ જમીન મૂળ ખેડૂતને પરત આપે તેવી માંગ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આવા અનેક આદિવાસી ખેડૂતો છે, જેઓ આર્થિક મુશ્કેલીના કારણે જમીનની રકમ ભરી શક્યા નથી. આવા ખેડૂતોને બિનખેડૂત બનાવી દેવાથી મુશ્કેલી ઊભી થશે. અગાઉની સરકારોઍ પણ ટેનન્સી ઍક્ટ તથા વિનોબા ભાવે ફાજલ સીલિંગ યોજના હેઠળ ખેડૂતોને જમીન આપી છે. તેથી વર્ષોથી જે આદિવાસી ખેડૂતો જમીન ખેડી રહ્ના છે, તેમને જ જમીનનો હક આપવા સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી છે.