સરીગામ ઇન્ડ. ઍસો.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
- byDamanganga Times
- 21 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૦ ઃ ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી ખાતે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ ઍસોસિઍશન હોલમાં ઍસોસિઍશનની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૧ઃ૩૦ કલાકે યોજાયેલી આ સભા પ્રમુખ કૌશિક પટેલ તથા કમિટી સભ્યોની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
સભા દરમિયાન કમિટી સભ્યો દ્વારા ગત કાર્યકાળની કામગીરી અને અગાઉની સભાની કાર્યવાહીનું વાંચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઍસોસિઍશન દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરી તેને બહાલી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો સુરેશભાઈ દેસાઈ, દિલીપ ભંડારી, પૂર્વ પ્રમુખ નિર્મલ દુધાની, ઉદ્યોગપતિ આનંદ પટેલ તથા વિનોદસિંહ સહિતના મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. વાર્ષિક સાધારણ સભાને લઈને સરીગામ જીઆઈડીસીના મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ઍસોસિઍશનના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે મુકેશ પટેલ, રૂવાબ અલી ખાન, જે.કે. રાય, શમીમ રિઝવી, કમલેશ ભટ્ટ, ઉદય માર્બલ, મૂળજી કટારમલ, શિવદાસણદાસ સહિત અનેક ઉદ્યોગપતિઓઍ વિશેષ હાજરી આપી હતી. સભામાં સરીગામ જીઆઈડીસીના ઔદ્યોગિક વિકાસ, આગામી આયોજન અને ઉદ્યોગજગત સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
