Damanganga Times.

Damanganga Times.

August 21, 2026

ઉમરગામમાં ફૂડ ઈન્સ્પેક્ટરની અોળખ આપી રોકડી કરનાર ઝડપાયો

ઉમરગામમાં ફૂડ ઈન્સ્પેક્ટરની અોળખ આપી રોકડી કરનાર ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૦ ઃ ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ ઈન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી નાસ્તાની દુકાનના સંચાલક પાસેથી બળજબરીપૂર્વક રૂ.૩૭ હજાર પડાવી લેનાર શખ્સને ઉમરગામ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદી શૈલેન્દ્ર કમલેશપ્રસાદ ઉત્તમની નાસ્તાની દુકાન પર ઍક ઈસમ આવ્યો હતો. તેણે પોતે ફૂડ ઈન્સ્પેક્ટર હોવાનું જણાવી ખોટી ઓળખ આપી હતી અને ધાકધમકી તથા બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી રૂ.૩૭,૦૦૦/- પડાવી લીધા હતા. આ અંગે ફરિયાદ મળતા ઉમરગામ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ પોલીસે ટેકનિકલ ઍનાલિસિસ તેમજ હ્નામન સોર્સીસની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી ઈર્શાદ મુસ્તફા ખાન (ઉંમર ૩૬ વર્ષ), રહે. સનરાઈઝ રેસિડેન્સી, સંજાણ, તા. ઉમરગામ, જી. વલસાડ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૨૦૪, ૩૦૮(૨), ૩૦૮(૫), ૩૦૮(૬) તથા ૩૫૧(૩) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
પોલીસે આરોપી પાસેથી રૂ.૧૦,૧૭૦ રોકડા પણ કબજે કર્યા છે. આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર ઍચ.ડી. તુવર, પી.ઍસ.આઈ. ઍસ.કે. વસાવા, પી.ઍસ.આઈ. આર.ઍસ. ચૌધરી સહિત ઍ.ઍસ.આઈ. હિતેશ પ્રેમજીભાઈ તથા પોલીસ કર્મચારીઓ સંજયસિંહ પૃથ્વીસિંહ, પિન્ટુભાઈ નાથાભાઈ, રોહિત રાજુભાઈ, સાગરદાન કાળુભાઈ અને મશરૂભાઈ ભાવાભાઈઍ સંયુક્ત રીતે હાથ ધરી હતી. ઉમરગામ પોલીસની ઝડપી કાર્યવાહીને પગલે ખોટી સરકારી ઓળખ આપી લોકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવનાર શખ્સ ઝડપાઈ જતાં વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.