ચીખલીના ચરીમાં યુવકને કરંટ લાગતા મોત
- byDamanganga Times
- 21 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૦ ઃ ચીખલી તાલુકાના ચરી ગામે બે દિવસ અગાઉ બનેવીની બારમા ની વિધિમાં મઢુલી ગામેથી આવેલ સાળો જે બુધવારે રાત્રિના સમયે પેશાબ કરવા જતા જેને ઘેજ ગામની હદમાં ભવાની ફળિયા ખાતે રહેતા ઉત્તમભાઈ ખંડુભાઈ પટેલે પોતાના ખેતરમાં વિદ્યુત કંપનીની કોઈપણ જાતની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર રીતે પોતાના ઘરેથી ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડમાંથી ઈલેક્ટ્રીક વાયર પોતાના માલિકીના ખેતર સુધી લંબાવી સદર ઇલેક્ટ્રીક વાયર ખેતરની ફરતે પાક સંરક્ષણ માટે કરેલ તાર ફેન્સીંગના તાર સાથે જોઈન્ટ કરી ઇલેક્ટ્રીક પ્રવાહ ચાલુ રાખી આ રીતના બનાવથી કોઈ વ્યક્તિ કે જાનવરોનું મૃત્યુ થઈ શકે તેવી હકીકત જાણવા છતાં તેમણે પોતાના ખેતરની ફરતે કરેલ તાર ફેન્સીંગમાં વીજ પ્રવાહ ચાલુ રાખતા રાત્રિના સમયે સુખદેવ વિનુભાઈ રાઠોડિયા જે પેશાબ કરવા માટે ગયો અને મોડે સુધી ઘરે પરત ન આવતા તેમજ આજુબાજુમાં તપાસ કરવા છતાં પણ ન મળતા આજરોજ સવારના સમયે ગામના ઍક રહીશે પરિવારને જણાવેલ કે તમારો છોકરો સુખદેવની લાશ ખેતરની પાર ઉપર પડેલ છે ત્યારે પરિવારે ઘટના સ્થળને જઈને જોતા જેને જમણા હાથમાં કાંડા પાસે તેમજ બંને પગના ઘૂંટણ પાસે તથા ડાબા પગમાં ઘુટણની નીચે કરંટ લાગેલા ના કાળાશ પડતા ડાઘા જોવા મળ્યા હતા જે અંગેની જાણ સુખદેવ રાઠોડીયા ના પિતા વિનુ શંકર રાઠોડિયા રહે. મઢેલી ગામ નવીનગરી મહોલ્લો તા. વાઘોડિયા જી. વડોદરા નાઍ ચીખલી પોલીસને કરતા પોલીસે ઉત્તમ ખંડુ ભાઈ પટેલ વિરુંધ માનવ વધ નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઆઈ પીબી પટેલિયા ઍ હાથ ધરી છે.
