અતુલ ગ્રા. પં.ના સભ્ય સેજલ પટેલ ગેરલાયક જાહેર
- byDamanganga Times
- 21 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ અતુલ ગ્રામ પંચાયતના વોર્ડ નં. ૦૧ના સભ્ય સામે પોતાના સાસુની પેઢી મારફતે ગ્રામ પંચાયતમાંથી નાણાંકીય લાભ મેળવવા બદલ વલસાડ તાલુકા વિકાસ અધિકારી ઍ ગેરલાયક ઠેરવવાનો મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે.
અતુલ ગ્રામ પંચાયતના માજી ડેપ્યુટી સરપંચ દર્શિલ વિજયભાઈ દેસાઈ તથા અન્ય ગ્રામજનો દ્વારા વલસાડ તાલુકા વિકાસ અધિકારી ને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી કે, અતુલ ગ્રામ પંચાયતના વોર્ડ નં. ૦૧ ના તત્કાલીન સભ્ય સેજલબેન પટેલ દ્વારા પોતાના ઘરના સભ્યના નામે ઁય્ય્ ઘ્બ્પ્ભ્ખ્ફળ્ લ્ચ્ન્ન્ ્રૂ લ્ચ્ય્ઁ નામની ઍજન્સી બનાવી પંચાયતમાં પોતાના આર્થિક લાભ માટે કામો કરવામાં આવ્યા છે.
અરજીના આધારે વિસ્તરણ અધિકારી દ્વારા તપાસ અહેવાલમાં ગ્રામ પંચાયત અતુલ દ્વારા ઁય્ય્ ઘ્બ્પ્ભ્ખ્ફળ્ લ્ચ્ન્ન્ ્રૂ લ્ચ્ય્ઁ નામે લાખો રૂપિયાના વિવિધ બિલોની ચૂકવણી કરવામાં આવી હતી. સંબંધ રેશનકાર્ડ તથા અન્ય સરકારી દસ્તાવેજોની તપાસ કરતા સ્પષ્ટ થયું હતું કે, ઁય્ય્ ઘ્બ્પ્ભ્ખ્ફળ્ લ્ચ્ન્ન્ ્રૂ લ્ચ્ય્ઁ ના પ્રોપરાઈટર કાંતાબેન આર. પટેલ અને ગ્રામ પંચાયત સભ્ય સેજલબેન જેન્તુલભાઈ પટેલ વચ્ચે સાસુ અને વહુનો સીધો સંબંધ છે. સુનાવણી દરમિયાન સેજલબેન પટેલ આ બાબતથી અજાણ હોય અને તેમણે અગાઉ રાજીનામું આપી દીધું હોવાથી તેમની સામે કાર્યવાહી ન કરવા રજૂઆત કરી હતી.
જોકે, વિસ્તરણ અધિકારીનો અહેવાલ, પંચાયતના ઉપલબ્ધ રેકોર્ડ અને દસ્તાવેજોની ચકાસણી માં પંચાયતના સભ્ય તરીકે ચાલુ રહીને સાસુની પેઢી મારફતે પંચાયતના સરકારી નાણાંનો દુરુપયોગ કરી પરોક્ષ રીતે આર્થિક લાભ મેળવવામાં આવ્યો હતો.
સમગ્ર તપાસ અને પુરાવાઓને ધ્યાને રાખી, વલસાડ તાલુકા વિકાસ અધિકારી કેતન બી. સોલંકી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૩૦ અને ૩૨ હેઠળ સેજલબેન જેન્તુલભાઈ પટેલને સભ્યપદેથી ગેરલાયક ઠેરવતો હુકમ જાહેર કરવામાં આવ્યો છે.
