Damanganga Times.

Damanganga Times.

August 21, 2026

વાપી ટાઉનમાં ફુલ વેચનાર યુવક પર ૫ ઈસમનો હુમલો

વાપી ટાઉનમાં ફુલ વેચનાર યુવક પર ૫ ઈસમનો હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 વાપી, તા.૨૦ ઃ વાપી ટાઉન બેંક ઓફ બરોડા પાસે પાણીના પરબ પાસે ફુલ વેચવાનો ધંધો કરતા ઉદવાડાના શુભમ રવિ ગોંડે પર બુધવારે ૫ લોકોઍ હુમલો કર્યો હતો.
શુભમે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ કરી કે ચંદન ગોડ, અશોક ગોડ, પપ્પુ યાદવ, રવિપ્રકાશ યાદવ અને અલી હુસેન અંસારીઍ ગાળો આપી વિરોધ કરતા તેના પર તૂટી પડ્યા હતા. ઢોર માર મારી લાતો ભરાવી જાનથી મારવાની ધમકી આપી હતી.
ઘાયલ શુભમને સારવાર માટે ચલા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફરિયાદીઍ આરોપીઓ અવારનવાર હેરાન કરતા હોવાનું પણ જણાવ્યું છે. પોલીસે ૫ ઇસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.