Damanganga Times.

Damanganga Times.

August 21, 2026

વાપીની કંપનીમાં ડિલિવરી બોયનું તબિયત લથડતા મોત

વાપીની કંપનીમાં ડિલિવરી બોયનું તબિયત લથડતા મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૦ ઃ વાપી જીઆઈડીસીની યુ મેડિકા કંપનીમાં આજે કોઈ પાર્સલની ડિલિવરી કરવા આવેલા ગૌતમ નામક યુવકની અચાનક તબિયત લથડતા ઢળી પડ્યો હતો. જેને કંપની સંચાલકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબી તપાસ બાદ આ યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જીઆઇડીસી પોલીસે ઍડી નોંધી તપાસ હાથ ધરી છે.