Damanganga Times.

Damanganga Times.

August 21, 2026

ઉદવાડાનાં ગ્રા.પં.ના લાંચના ગુનામાં બેની અટકાયત

ઉદવાડાનાં ગ્રા.પં.ના લાંચના ગુનામાં બેની અટકાયત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૦ ઃ વલસાડ ખ્ઘ્ગ્ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૮ માં નોંધાયેલા લાંચના ગુનાના આરોપી સરોસ બહેરામ ઈરાની ઉ.વ.૫૯ અને ધર્મિષ્ઠાબેન ઉમેશચંદ્ર પટેલ ઉ.વ.૩૮, બંને રહે. ઉદવાડા, તા.પારડીને આજે તા. ૨૦/૦૮/૨૦૨૬ ના રોજ અટક કરવામાં આવ્યા હતા.
પારડી તાલુકાના ઉદવાડા ગ્રામ પંચાયત હદ્દ વિસ્તારમાં જમીન ઍને કરવા માટે ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો દ્વારા રૂ.૩ લાખની લાંચની માંગ કરી હતી.
જે અંગે ફરિયાદીઍ વલસાડ ઍસીબીમાં ફરિયાદ કરી હતી જે પ્રકરણમાં આરોપી સરોસ દેહરામ ઈરાની અને ધર્મિષ્ઠા ઉમેશચંદ્ર પટેલની અટકાયત કરી  નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સરોસભાઈ ઈરાનીને કોર્ટ કસ્ટડી અને ધર્મિષ્ઠાબેન પટેલને ૧ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુનાની વધુ તપાસ ખ્ઘ્ગ્ નવસારીના પી.આઈ. ઍન.બી. સોલંકી કરી રહ્ના છે.