વાપીમાં બ્રહ્માકુમારી સેન્ટર ખાતે રક્તદાન શિબિર યોજાશે
- byDamanganga Times
- 21 August, 2026
વાપી, તા.૨૦ ઃ વાપીના આનંદનગર, ભોલે બાબા આશ્રમ પાસે આવેલા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે તા. ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬, શુક્રવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિર સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી યોજાશે. રક્તદાન કરવા ઇચ્છુક દાતાઓને મોટી સંખ્યામાં જોડાઈ રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. રક્તદાન અંગે વધુ માહિતી અથવા નોંધણી માટે બ્રહ્માકુમારી રશ્મીબેનનો મોબાઇલ નંબર ૯૮૨૪૪ ૯૨૯૨૨ પર સંપર્ક કરી શકાશે.
