Damanganga Times.

Damanganga Times.

August 21, 2026

દમણમાં દુષ્કર્મના પ્રયાસના આરોપીને સજા

દમણમાં દુષ્કર્મના પ્રયાસના આરોપીને સજા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૨૦ ઃ દમણ જિલ્લા અને સત્ર અદાલતમાં લગભગ સાડા ચાર વર્ષથી ચાલી રહેલા ભ્બ્ઘ્લ્બ્ કેસમાં, જિલ્લા અને સત્ર ન્યાયાધીશ રાજેશ તિવારીઍ આરોપી પ્રશાંત ધનંજય કુમારને ૧૦ વર્ષની સગીર પર બળાત્કારનો પ્રયાસ કરવાનો દોષી ઠેરવ્યો અને તેને ૧૦ વર્ષની સખત કેદ અને ૫૦,૦૦૦ રૂપિયા દંડની સજા ફટકારી હતી.
પ્રા માહિતી અનુસાર, ઍક મહિલાને મારવાડ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ૧૦ જાન્યુઆરીની રાત્રે, લગભગ ૧ વાગ્યે, ઍક સુરક્ષા ગાર્ડ દર્દીની ૧૦ વર્ષની પુત્રીને પાણી લાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો અને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો જે અંગે સગીરાઍ તેની  માતાને વાત જણાવતાં પીડિતાની માતાની ફરિયાદ બાદ, દમણ પોલીસે આરોપી પ્રશાંત ધનંજય કુમાર વિરુદ્ધ ગુના નંબર ૧/૨૨માં પોકસો ઍક્ટ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી હતી. નાની દમણ પોલીસ સ્ટેશનના તત્કાલીન ઇન્ચાર્જ પીઆઈ સોહિલ જીવાણીના માર્ગદર્શન હેઠળ, તપાસ અધિકારી, પીઍસઆઈ ભાવિની હળપતિઍ તપાસ પૂર્ણ કરી અને ૧૦ માર્ચ, ૨૦૨૨ ના રોજ જિલ્લા અને સત્ર અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી. લગભગ સાડા ચાર વર્ષ ચાલેલી કાર્યવાહી દરમિયાન, જિલ્લા અને સત્ર અદાલતે ૧૩ સાક્ષીઓને તપાસ્યા હતાં. અને પુરાવાઅો ચકાસ્યા બાદ આજની સુનાવણી દરમિયાન, જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી રાજેશ તિવારીઍ,  આરોપીને દોષી ઠેરવ્યો હતો. અને  ઍને ૧૦ વર્ષની સખત કેદ અને  રૂ. ૫૦,૦૦૦ દંડની સજા ફટકારી હતી.  જો દંડ નહીં ચૂકવે તો  આરોપીને વધારાની ઍક વર્ષ જેલમાં રહેવું પડશે. સરકારી સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાયે આ કેસમાં જોરદાર બચાવ કર્યો, જેના કારણે ચાર વર્ષમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.