સેલવાસ અને ઉમરગામમાં રકતદાન શિબિરમાં ૬૩૭ યુનિટ રક્ત ઍકત્ર કરાયું
- byDamanganga Times
- 20 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૯ ઃ સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરંકારી રાજપિતા જીના પાવન આશીર્વાદથી સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન (લ્ફઘ્જ્) દ્વારા ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સેલવાસ અને ઉમરગામમાં બે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૬૩૭ યુનિટ રક્ત ઍકત્ર કરવામાં આવ્યું.
ડૉ. ઍ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજ હોલ, ડોકમરડી ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનનાં નેજા હેઠળ ૨૭૫ નિરંકારી ભક્તોઍ ભારે ઉત્સાહ સાથે રક્તદાન કર્યું. આ શિબિરમાં સંત નિરંકારી મિશનની સેલવાસ, ગલોંડા અને કરજગામ બ્રાન્ચોના શ્રધ્ધાળુઓઍ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમાં રેડ ક્રોસ રક્તદાન કેન્દ્ર સેલવાસ દ્વારા રક્ત ઍકત્ર કરવામાં આવ્યું હતું. આ શિબિરનો શુભારંભ નિરંકાર પ્રભુના સ્મરણ સાથે કરવામાં આવ્યો. ઉમરગામ ખાતે ગુજરાતી કુમારશાળામાં આયોજિત રક્તદાન શિબિરમાં ૩૬ર નિરંકારી શ્રદ્ધાળુઓઍ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું. જેમાં વલસાડ રક્તદાન કેન્દ્ર અને ઞ્પ્ચ્ય્લ્ મેડિકલ કોલેજ ્રૂ હોસ્પિટલ વલસાડ દ્વારા આ શિબિરમાં રક્ત ઍકત્ર કરવામાં આવ્યું હતું. આ શિબિરનો શુભારંભ નિરંકાર પ્રભુના સ્મરણ સાથે કરવામાં આવ્યો,
આ બન્ને શિબિરોને સ્થાનિક સંયોજકની દેખરેખ હેઠળ સેવાદળ સ્વયંસેવકોના સમર્પિત પ્રયાસોથી સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયું.
