આગવો મિજાજને આગવી હાજરી ધરાવતા લેખક – ચંદ્રકાંત બક્ષી
- byDamanganga Times
- 20 August, 2026
અખબાર અને સામયિકોમાં કૉલમ લખતા લેખકોનો ય ઍક જમાનો હતો. ઍવા જમાનાના ઍક ધુરંધર કટારલેખક ઍટલે ચંદ્રકાંત બક્ષી. અગ્રણી સામયિકો અને પ્રતિષ્ઠિત અખબારોમાં નિયમિત ઍમની કૉલમ આવતી હોય જે વાંચવા વાચકો ચાતક બન્યા હોય કે આવતા અંકમાં પોતાની કોલમમાં બક્ષીસાહેબ શું લઈને આવશે? મૂળમાં તેઓ ઍક મોટા ગજાના લેખક અને સ્પષ્ટવક્તા તરીકે ય ઍવા જ વિલક્ષણ તરીક જાણીતા છે પરંતુ ગુજરાતી પત્રકારત્વમાં સ્તંભલેખનને ઍક વિશિષ્ટ લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા અપાવનાર ધુરંધર કોલમિસ્ટ તરીકેનું શ્રેય ઍમના ફાળે છે. તેઓ ઍવા તો લોકપ્રિય હતા, અને ઍમની કોલમની ઍવી તે માંગ રહેતી કે તેઓ પોતે પણ કહેતા કે કોલમલેખન ક્ષેત્રે તેઓ ‘હાઈઍસ્ટ પેઇડ’ લેખક છે. ચિત્રલેખા, અભિયાન, જેવાં સામયિકો અને સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, મિડ-ડે સહિત અનેક અખબારોમાં તેમની કટારો અને લેખો પ્રગટ થતા. ક્લોઝ-અપ, વાતાયન, સ્પીડબ્રેકર જેવાં તેમની કોલમનાં નામ વાચકો માટે વિશેષ આકર્ષણ હતું. બક્ષીની શૈલી ઍવી કે તેઓ બિલકુલ માપસર લખતા અને મુદ્દાસર લેખનમાં વિષયને ન્યાય આપવાની ઍમની સૂઝ ભારે ગજબની હતી. ઍ સમય ઍવો હતો કે, અખબાર કે સામયિક હાથમાં લેતાં વાચકને સમાચાર જેટલી જ આતુરતા બક્ષી સાહેબની કટાર વાંચવાની રહેતી. તેમની કલમમાં માહિતી હતી, વિચાર હતો, નિર્ભીકતા હતી, વ્યંગ હતું અને સૌથી વિશેષ—બક્ષીનો પોતાનો મિજાજ હતો. તેઓ કોઈને ખુશ કરવા માટે લખતા નહોતા. ગમ્યું તો ગમ્યું, ન ગમ્યું તો નિઃસંકોચ કહી દીધું. તેમની ભાષા ક્યારેક તીક્ષ્ણ બનતી, ક્યારેક ભેદક; પરંતુ વાંચનારને રોકી રાખવાની તેમની શક્તિ અદભુત હતી. તેમનું લેખન વિચાર-વાહની રીતે ઍવું તે સુરેખ ચાલતું કે કહે છે તેઓ તેમના લખાણોનો ક્યારેય ઍક કરતાં વધુ કાચો મુસદ્દો તૈયાર કરતા નહોતા.
ઉત્તર ગુજરાતની ભૂમિઍ અનેક અગ્રગણ્ય મોટા નામધારી સર્જકો ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને આપ્યા છે. પાલનપુરમાં ૨૦ ઓગસ્ટ ૧૯૩૨ના રોજ જન્મેલા બક્ષીસાહેબ ઉત્તર ગુજરાતની ઍ જ ધરતીના ફરજંદ હતા. તેમનું જીવન ઍક સીધી રેખામાં આગળ વધ્યું નહોતું. તેમણે લગભગ બાર વર્ષ સુધી કલકત્તામાં કપડાંની દુકાનમાં વેપાર કર્યો, સાથે અભ્યાસ ચાલુ રાખ્યો અને ઍ જ સમયગાળામાં તેમની સર્જનયાત્રાનો આરંભ થયેલો. ઍ જ ક્રમમાં તેમની -થમ વાર્તા ‘મકાનનાં ભૂત’ જાન્યુઆરી ૧૯૫૧માં ‘કુમાર’ માસિકમાં પ્રકાશિત થઈ હતી અને ૧૯૫૭માં તેમનું પ્રથમ પુસ્તક ‘પડઘાં ડૂબી ગયા’ પ્રકાશિત થયું. આગળ જતાં તેમણે અધ્યાપક, પ્રિન્સિપાલ અને ત્યારબાદ પૂર્ણકાલીન લેખક-પત્રકાર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી. તેમની લેખનશૈલીમાં તીક્ષ્ણ અભિવ્યક્તિ અને માનવીય જીવનની ગૂંચવણોનું નિરૂપણ જોવા મળે છે. મહાનગરજીવનની ઍકલતા, લાગણીઓ, સંબંધો અને અસ્તિત્વની સમસ્યાઓ તેમની વાર્તાઓ અને નવલકથાઓમાં વારંવાર પ્રગટ થાય છે. વિવિધ વિષયો સમાવતી તેમની નવલકથાઓ તથા વાર્તાઓ વિશેષ નોંધપાત્ર છે. તેમની આત્મકથા ‘બક્ષીનામા’ પણ તેમના વ્યક્તિત્વ અને સમયને સમજવા માટે મહત્વનું સર્જન છે. તેમણે ૧૭૮ પુસ્તકો લખ્યાં જેમાં નવલકથા, વાર્તા, ઇતિહાસ, રાજકારણ, પ્રવાસ, નાટક અને અન્ય વિષયોનો સમાવેશ છે.
બક્ષીની નિર્ભીકતા તેમના લેખન જેટલી જ તેમના જાહેર જીવનમાં પણ જોવા મળતી. પુરસ્કારો અંગે પણ તેમનો પોતાનો સ્પષ્ટ અભિગમ હતો. ‘પેરેલિસિસ’ માટે ગુજરાત સરકાર તરફથી મળેલા ત્રીજા ઇનામના અડધા ભાગનો તેમણે અસ્વીકાર કર્યો હતો. તેમણે ગુજરાતીઓને ‘મહાજાતિ’ નામ આપેલું. અને ૧૯૮૪માં ‘મહાજાતિ ગુજરાતી’ પુસ્તક માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ ઇનામ મળ્યું ત્યારે પણ તેમણે તે પરત કરી દીધું અને કહ્નાં હતું કે આવાં ઇનામો યુવા લેખકોને આપવાં જોઈઍ. તેમની ટૂંકી વાર્તા ‘કુત્તી’ને લઈને અશ્લીલતાના આરોપસર કેસ તેમના પર કેસ ચાલેલો જે સામે તેઓ કોર્ટમાં બાહોશી સાથે લડ્યા હતા અને અંતે તેમની સામેના આરોપો પાછા ખેચાયા હતા. આ પ્રસંગો બક્ષી સાહેબના સ્વભાવની ઍક મહત્વની બાજુ દર્શાવે છે—તેઓ પોતાની માન્યતા અને લેખન અંગે સમાધાન કરવા તૈયાર નહોતા. સાહિત્ય ઉપરાંત વિવિધ સામયિકો અને દૈનિકોમાં તેમનું કોલમલેખન પણ ઍટલું જ લોકપ્રિય હતું. આ રીતે સર્જક, કોલમિસ્ટ અને જાહેર વક્તા તરીકે બક્ષી સાહેબે ગુજરાતી જાહેરજીવનમાં પોતાની આગવી અને અજોડ છાપ ઊભી કરી હતી. ચંદ્રકાંત બક્ષી સાથેનો મારો ઍક પ્રસંગ વિશેષ સ્મરણરૂપ છે. ૨૦૦૩માં રાજકોટમાં મારી સંસ્થા દ્વારા મોટો પુસ્તકમેળો યોજાયેલો. તેમાં ‘લેખકને મળો’ ઍવા અમારા ઍક કાર્યક્રમના અતિથિવક્તા બક્ષીસાહેબ હતા. તેઓ માટે હોટેલમાં રહેવાની અને ઍરપોર્ટથી વાહનની વ્યવસ્થા મેં કરાવી દીધી હતી. તેઓ મુંબઈથી આવ્યા હતા. હું કોઈ વ્યવસ્થામાં હતો. ને મને ખબર મળી કે બક્ષીસાહેબ હોટેલ પર આવી ગયા છે અને મારું નામ લઈને મને શોધી રહ્ના છે. ઍમના ક્રોધ વિષે પણ મને ખબર હતી જ ઍટલે ફાળ પડી કે ક્યાંક વ્યવસ્થામાં ચૂક તો નથી થઈ! હું તરત જ હોટલે દોડી પહોંચ્યો. દરવાજો ખૂલતાં જ બક્ષીસાહેબે મને ભેટી પડ્યા. મેં આડ્ઢર્ય અને ભયભીત ચિંતાથી પૂછ્યું કે કોઈ તકલીફ તો પડી નથી ને? તેમણે હસતાં કહ્નાં કે ઙ્કબધી વ્યવસ્થા બરાબર છે, કોઈ મુશ્કેલી નથી; મારે તો ઍ જ જોવું હતું કે તું કોણ છે, ભાગ્યેન્દ્ર કોણ છે. બસ, તું મળી ગયો ઍટલે આનંદ થયો. હવે તું તારું કામ કર, હું થોડો આરામ કરીને સમયસર સ્થળે પહોંચી જઈશ. ઍવા નોખા તે બક્ષી. ઍમનો કાર્યક્રમ પૂરો થાય પછી ઍક તરફ હું અને બીજી બાજુ જે વસાવડા અમે ઍમના બંને હાથ ઝાલીને ચાલતા હતા. ફિલ્મી હીરોને ઘેરી વળે ઍવું વિદ્યાર્થીઓ અને યુવાનોનું મોટું ટોળું તેમને ઘેરી વળ્યું હતું. બક્ષીસાહેબ અંતરંગ વાતોમાં ઍમની ઉપેક્ષા, ઍવોર્ડ, અન્યાય વગેરે વિષે નિખાલસ કહી રહ્ના હતા. ઍવામાં ઍક યુવતી તેમની પાસે આવી અને તેણે પૂછ્યું, સાહેબ, તમે કયા હાથથી લખો છો? બક્ષીસાહેબે મારો હાથ છોડાવીને સામે બતાવતાં કહ્નાં, આ હાથથી. યુવતીઍ તેમનો ઍ હાથ પોતાના હાથમાં લીધો અને તેના પર ચુંબન કર્યું. ઍ ક્ષણનો હું સાક્ષી હતો. બક્ષીસાહેબને મેં કહ્નાં, આનાથી મોટો હજી કયો ઍવોર્ડ છે? બક્ષીસાહેબનું ઍ વખતનું ઍ ખડખડાટ મુક્ત હાસ્ય આજે ઍવું તાજું છે. હું પોતે ક્યાં દક્ષિણ ગુજરાતનો ખેડૂતીયો કે જેણે થોડાં વર્ષ અગાઉ ક્યારેક વાતાયન વાંચતાં લેખક બક્ષીસાહેબનો હાથ ઝાલવાનું સપનું સુદ્ધાં જોયું હોય! ઍવા હતા બક્ષીસાહેબ. બહારથી તીક્ષ્ણ અને બેધડક લાગતા તેઓ ભીતરથી કેવા આત્મીયતા અને બાળક સમા ભોળા દિલના હતા ઍનો અનુભવ ઍમના મિત્રો અને સંપર્કમાં રહેલા અનેક લોકોને હશે. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં તેમણે જે કેડી કંડારેલી ઍ પ્રેરણા પર ચાલેલા આજે અનેકો સફળ પત્રકારો અને સર્જકો છે. ૨૦૦૬માં ૨૫મી માર્ચે ૭૩ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. ઍમની સર્જક તરીકેની સૌથી મોટી ઓળખ કદાચ તેમની કોઈ ઍક નવલકથા, વાર્તા કે કટારમાં બંધાતી નથી. તેમની સાચી ઓળખ હતી—તેમની પોતાની આગવી હાજરી.
