Damanganga Times.

Damanganga Times.

August 20, 2026

તીધરામાં જમીનના કબજાને લઈ બીપીસીઍલ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

તીધરામાં જમીનના કબજાને લઈ બીપીસીઍલ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા ૧૯ ઃ પારડી તાલુકાના તીધરા ગામમાં જમીનના કબજાને લઈ બીપીસીઍલ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે ૯ વર્ષથી જમીન ખાલી ન કર્યાનો આક્ષેપ કલેક્ટરની સમિતિઍ અગાઉ જ્ત્ય્ નોંધવાનો નિર્ણય કર્યા બાદ પણ કબજો ન મળતાં જમીન માલિક પોલીસ મથકે પહોંચ્યા હતા  તીધરા ગામે આવેલી જમીનના કબજાને લઈને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ગ્ભ્ઘ્ન્ સામે લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે જમીન માલિકે પારડી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ભાડા કરારની મુદત વર્ષ ૨૦૧૭માં પૂર્ણ થઈ ગયા બાદ પણ કંપની દ્વારા જમીન ખાલી કરી તેનો કબજો પરત આપવામાં આવ્યો નથી ઍવો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
અગાઉ આ મામલે વલસાડ કલેક્ટર કચેરીની લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા પણ પોલીસમાં જ્ત્ય્ નોંધવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ફરિયાદીઍ જણાવ્યું છે.