ખેરગામમાં ખોટા પુરાવાથી જમીન ઍન.ઍ કરાવવા જતા માતા-પુત્ર સામે જ્ત્ય્
- byDamanganga Times
- 20 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા ૧૯ ઃ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ ખાતે જમીન ઍન.ઍ. કરવા માટે ખોટા પુરાવાઓ સરકારી કચેરીમાં રજૂ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરતા જેની હકીકત સરકારી તંત્રને જણાતા સરકાર દ્વારા સદર ઘટના બાબતે ખેરગામના રહીશ ઍવા માતા અને પુત્ર સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ ખાતે આવેલ સર્વે / બ્લોક નંબર ૨૫ જેનો ક્ષેત્રફળ ૦- ૨૩- ૨૮ ચો. વાળી જમીન માટે બિનખેતીની પરવાનગી મેળવવા માટે ખેરગામના રહીશ નયનાબેન જયસુખ કંસારા તેમજ તેમનો પુત્ર ભૌતેશ જયસુખ કંસારા દ્વારા ઉપરોક્ત જમીન માટે આઈ. ઓ. આર. ઍ પોર્ટલ ઉપર તારીખ ૨૫. ૧૧. ૨૫ ના રોજ ઓનલાઈન અરજી કરેલ અને જે માટેના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલ જોકે ઉપરોક્ત જમીન બાબતે ચીખલી કોર્ટમાં દાવો દાખલ થયેલ હોવા છતાં તેની વિગત નહીં દર્શાવી ખોટી માહિતી રજૂ કરી આ જમીન હાલ સ્થળે ખુલ્લી છે કે કેમ તેનો કોઈ ઉલ્લેખ ન કરી તેમ જ ઉપરોક્ત જમીન ઉપર ઘણા વર્ષોથી શાંતિ નીકેતન ઍજ્યુકેશન ટ્રસ્ટ નવસારી સંચાલિત પુષ્પ શાંતિ શાળાની બિલ્ડીંગ ઉભેલ હોવા છતાં શાળાની બિલ્ડીંગની વિગત સરકારી કચેરીને નહીં દર્શાવી તેમ જ ખોટી માહિતી રજૂ કરી અને અન્ય જમીનના ખુલ્લી જગ્યાના ફોટા રજૂ કરી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી જેને સાચા તરીકે સરકારી કચેરીઍ રજૂ કરી ઍકબીજાની મદદગારીથી ગુનો કરેલ હોય જે બાબત ધ્યાને આવતા નવસારી કલેકટર કચેરીમાં જમીન દફતર ચીટનીસ શાખામાં ફરજ બજાવતા અમિત નાગજી દેસાઈ (નાયબ મામલતદાર) ઍ આ બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નયના જયસુખ કંસારા અને ભૌતેશ જયસુખ કંસારા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ નવસારી રૂરલ પોલીસ મથકના પીઆઇ ઍ હાથ ધરી છે.
