Damanganga Times.

Damanganga Times.

August 20, 2026

મજીગામથી દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો,ત્રણ વોન્ટેડ

મજીગામથી દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો,ત્રણ વોન્ટેડ



(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા ૧૯ ઃ ચીખલી ને.હા નંબર ૪૮ ઉપર આવેલ મજીગામની હદ માંથી ચીખલી પોલીસે ઍક કારમાંથી રૂપિયા ૨.૫૨ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડી ચાલકને પકડી પાડી દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત ત્રણ વ્યક્તિઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
 બનાવને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલીન ને.હા નંબર ૪૮ ઉપર આવેલ મજીગામની હદમાં ચીખલી પોલીસ મથકના પોકો કાંતુ બાબુ તથા પિનલ અર્જુન વોચ રાખીને બેઠા હતા દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ઍક મહેન્દ્રા કંપનીની મરાજો કાર નંબર ઍમઍચ ૦૨ ઍફઈ ૨૫૨૬ માં દારૂ ભરીને સુરત તરફ જઈ રહ્ના છે દરમિયાન ઉપરોક્ત નંબર વાળી કારને આંતરિ ગાડી ની તલાસી લેતા ગાડીમાંથી વ્હીસ્કી તથા ટીન બિયર બાટલી નંગ ૧૧૫૨ જેની કિંમત રૂપિયા ૨.૫૨.૯૬૦ તથા ગાડી ની કિંમત રૂપિયા ૫ લાખ તેમજ ઍક નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૧૦૦૦૦ મળી કુલ રૂપિયા ૭.૬૨.૯૬૦ લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે પકડાયેલ ચાલક હર્ષિત વિષ્ણુ વર્મા રહે. રૂમ નંબર ૫ તિવારી ચાલ સંતોષ ભવન નાલાસોપારા ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર મૂળ રહે. રાજાજી નગર હીરા પટ્ટી પોસ્ટ આઝમગઢ જી. આઝમગઢ ઉત્તર પ્રદેશ જેની કડક પુછતાછ કરતાં આ દારૂનો જથ્થો પ્રખર મિશ્રા ઉર્ફે બોક્સર રહેવાસી પલસાણા જી. સુરત જેનુ પુરુ નામ સરનામું જણાયેલ નથી જેણે દારૂનો જથ્થો ભરાવ્યો હતો અને પ્રખર મિશ્રા નો કોઈ માણસ જે પલસાણા ખાતે દારૂ ભરેલી કાર લેવા આવનાર હોય આ ત્રણ શખ્સોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઍસઆઇ આર ઍન વાડલે કરી રહ્ના છે.