વઘઈમાં ઘરેલુ ન્ભ્ઞ્ ગેસ સિલિન્ડરની કાળાબજારી અંગે ગંભીર આક્ષેપો
- byDamanganga Times
- 20 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા ૧૯ ઃ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ગરીબ અને સામાન્ય નાગરિકો માટે અત્યંત આવશ્યક ઍવા ઘરેલુ ઍલપીજી ગેસ સિલિન્ડરના વિતરણમાં મોટા પાયે કાળાબજારી અને ગેરરીતિ થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.સરકાર દ્વારા નિયત કરાયેલા રૂ. ૯૩૦ના ભાવ સામે ગ્રાહકો પાસેથી રૂ. ૧,૮૦૦ સુધીનો બમણો ભાવ વસૂલવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્ના છે,જેના કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.આ સમગ્ર કાળાબજારીના મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કરતી ઍક કથિત ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. વાયરલ ઓડિયો સંવાદ અનુસાર, ઍક ગ્રાહક ગેસ સિલિન્ડર મેળવવા માટે સંપર્ક કરે છે ત્યારે સામે પક્ષેથી ચોખ્ખું જણાવવામાં આવે છે કે જો ગ્રાહક પાસે પોતાની અધિકૃત ગેસ ચોપડી (પાસબુક) ન હોય અથવા તો ચોપડી વગર બાટલો જોઈતો હોય, તો તેને ૧,૮૦૦ ચૂકવવા પડશે. આ સંવાદમાં ઍવું પણ સામે આવ્યું છે કે ચોપડી વગરના બાટલા અન્ય ગ્રાહકોના નામે અથવા ગાડીવાળા મારફતે ભરાવીને ઊંચા ભાવે બારોબાર વેચી દેવામાં આવે છે. ગ્રાહકે ભાવ ઘટાડવાની વિનંતી કરી હોવા છતાં, સામેથી ૧,૮૦૦થી ઓછા ભાવે બાટલો આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.જોકે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપની સત્યતા કે પ્રમાણિકતા અંગે હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ અધિકૃત પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ, જો વાયરલ સંવાદમાં કરાયેલા દાવો સાચા સાબિત થાય, તો તે આવશ્યક ચીજવસ્તુ ધારાના નિયમોનો સીધો ભંગ અને ગ્રાહકોના હિત વિરુદ્ધનો ગંભીર અપરાધ ગણાય.આ ઘટનાને પગલે વઘઈ તાલુકાના સ્થાનિક નાગરિકો અને ગ્રાહક સુરક્ષા સમિતિઓઍ માંગ કરી છે કે જિલ્લા પુરવઠા વિભાગ, વઘઈ વહીવટી તંત્ર અને સંબંધિત ગેસ કંપનીઓ દ્વારા આ વાયરલ ઓડિયોની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સ્થાનિકોનું કહેવું છે કે ગેસ ઍજન્સીઓ દ્વારા ગ્રાહકોના હક્કના બાટલા બારોબાર ઊંચા ભાવે કાળાબજારીમાં વેચી દેવાની પ્રવૃત્તિ પર તાત્કાલિક રોક લગાવવી જોઈઍ અને તપાસ દરમિયાન જે પણ વ્યક્તિ કે ઍજન્સી દોષિત જણાય તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આવશ્યક ચીજવસ્તુઓના યોગ્ય, પારદર્શી અને ન્યાયી વિતરણ માટે વહીવટી તંત્રનો કડક હાથ કામ કરે તે જ ગ્રાહકોના હિતમાં છે.
