Damanganga Times.

Damanganga Times.

August 20, 2026

આજે વાપી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા શિવ કથા

આજે વાપી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા શિવ કથા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૯ ઃ વાપીમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આજથી શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયા, પ્રદીપભાઈ દેસાઈ, રેખાબેન પ્રદીપભાઈ દેસાઈ, ઉજેશ શાહ તથા રામશંકર શાસ્ત્રીના હસ્તે કરવામાં આવશે.
શિવ કથાનું આયોજન તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૬થી ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ સુધી દરરોજ બપોરે ૨થી ૫ વાગ્યા દરમિયાન વાપીની નહેરુ સ્ટ્રીટ ખાતે આવેલા સિનિયર સિટીઝન કાઉન્સિલ હોલમાં કરવામાં આવ્યું છે. કથાના વક્તા તરીકે કીર્તિભાઈ રામશંકર શાસ્ત્રી શ્રોતાઓને શિવ કથાનું રસપાન કરાવશે. આ ધાર્મિક પ્રસંગના મુખ્ય યજમાન તરીકે નીલાબેન દિનેશભાઈ દેસાઈ સેવા આપી રહ્ના છે. તા. ૨૦ ઓગસ્ટ, ગુરુવારે વાપીના હનુમાન મંદિર, દેસાઈવાડા ખાતેથી પોથીયાત્રા નીકળશે, જે કથાસ્થળે પહોંચશે. આ ઉપરાંત તા. ૨૬ ઓગસ્ટના રોજ બપોરે ૧૨ઃ૩૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.