મોરાઇમાં નિર્માણાધિન બ્રિજ નીચેનો રોડ જોખમી
- byDamanganga Times
- 20 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૯ ઃ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય મંથર ગતિઍ ચાલી રહ્નાં છે. પરંતુ બ્રિજ નીચેનો સર્વિસ રોડ અને ઍપ્રોચ રોડની દયનીય હાલતને કારણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને દરરોજ જીવના જોખમે અવરજવર કરવી પડી રહી છે.
બ્રિજ નીચેનો રોડ મોટાભાગે ઉખડેલી હાલતમાં છે. સાથે જ ચઢાણવાળો અને ઊંચો હોવાને કારણે બે પૈડાં તેમજ ચાર પૈડાં વાહનોને સંતુલન જાળવવામાં ભારે તકલીફ પડે છે. વરસાદમાં અહીં ખાડા પાણીથી ભરાઈ જતા અકસ્માતની ભીતિ પણ વધી ગઈ છે.
આ માર્ગનું મહત્વનું કારણ ઍ છે કે બ્રિજ નજીક વેલ્સપન, આલોક સહિત અનેક મોટી કંપનીઓ આવેલી છે. ઉપરાંત આગળ જતા મોરાઇ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલો છે. પરિણામે દરરોજ હજારો કામદારોની અવરજવર ઉપરાંત કંપનીઓમાં કાચો માલ અને તૈયાર માલની હેરફેર કરતા સેંકડો ટ્રક અને કન્ટેનર જેવા ભારે વાહનો પણ આ જ રોડ પરથી પસાર થાય છે. ભારે ટ્રાફિક અને ખરાબ રોડના કારણે અવારનવાર ટ્રાફિક જામ અને નાના અકસ્માતો પણ થઈ રહ્ના છે. સ્થાનિકો અને ઉદ્યોગકારોઍ માંગ કરી છે કે બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તંત્ર દ્વારા ઍપ્રોચ રોડનું તાત્કાલિક સમારકામ કરી તેને સમતલ અને સુરક્ષિત બનાવવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
