Damanganga Times.

Damanganga Times.

August 20, 2026

વાપી મનપા ઘરવેરા વિભાગની વધુ બે અોનલાઈન સેવા શરૂ

વાપી મનપા ઘરવેરા વિભાગની વધુ બે અોનલાઈન સેવા શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૯ ઃ વાપી મહાનગરપાલિકા ઘરવેરા વિભાગની વધુ બે સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે. કરદાતાઓને વધુ સેવાઓ ઘરબેઠા ઉપલબ્ધ કરાવવા કમિશનર ઍન. ઍફ. ચૌધરી અને નાયબ કમિશનર કિરણસિંહ રણાના માર્ગદર્શન હેઠળ ઘરવેરા વિભાગનું વધુ ડીજીટાઈઝેશન કરવામાં આવ્યું છે. નાગરિકો માટે હવે આકારણી પત્રક અને બંને પ્રકારના પ્રોફેશનલ ટેક્ષ ભરવાની સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અંગે ટેક્ષ વિભાગના હેડ ક્લાર્ક રાકેશ ઠક્કરે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે મિલકત ધારકે આકારણી પત્રક માટે વાપી મહાનગરપાલિકાની વેબસાઈટ ર્રુષ્ટજ્ઞ્ણૂજ્ઞ્દ્દક્ક.જ્ઞ્ઁ ઉપર પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગ ઇન કરવાનું રહેશે.
ત્યાર બાદ જો પ્રોપર્ટી ટેક્ષ બાકી હોય તો તે પૂર્ણ કર્યા બાદ રૂ. ૨૦ ની સત્તાવાર ફી ભરીને ઓનલાઇન આકારણી પત્રક મેળવી શકાશે. આકારણી પત્રક માટે હવે કોઈ સહી સિક્કાની જરૂર રહેશે નહિ. આકારણી પત્રક પર મૂકવામાં આવેલ બારકોડથી પણ તેની ખરાઈ કરી શકાશે. પ્રોફેશનલ ટેક્ષના કરદાતાઓ માટે પણ ય્ઘ્ (રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ) અને ચ્ઘ્ (ઍનરોલમેન્ટ સર્ટીફિકેટ) નોંધાવવાની તથા તેનો ટેક્ષ ભરવાની સેવાઓને હવે સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવી છે. પોતાના સ્વતંત્ર વ્યવસાય માટે ચ્ઘ્ ના કરદાતાઓ દર વર્ષે અને જે વેપારીઓ કે સંસ્થાઓ પોતાને ત્યાં કર્મચારીઓ રાખે છે તે ય્ઘ્ ના કરદાતાઓ દર મહીને વેબસાઈટ પર જરૂરી ફોર્મ ભરીને અપલોડ કરી પોતાનો પ્રોફેશનલ ટેક્ષ ઓનલાઈન ભરી શકશે.
ઘરવેરા વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે કે પ્રોપર્ટી ટેક્ષ ઓનલાઈન ભરવાની સુવિધાનો કરદાતાઓ વધુ લાભ લે ઍ માટે માર્ચ-૨૦૨૭ સુધી ૧્રુ રિબેટનો લાભ આપવામાં આવી રહેલ છે.