Damanganga Times.

Damanganga Times.

August 20, 2026

વાપીમાં ૧૩ કળશનું પૂજન અને મહાઆરતી કાર્યક્રમ યોજાયો

વાપીમાં ૧૩ કળશનું પૂજન અને મહાઆરતી કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૯ ઃ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશ અને રાજ્યમાં સામાજિક સમરસતાનો સંદેશ પ્રસારિત કરવાના ઉમદા આશયથી ‘સમરસતા સંકલ્પ અભિયાન’ ચલાવવામાં આવી રહ્નાં છે. આ અભિયાન અંતર્ગત વાપી શહેર ભાજપ દ્વારા વાપી મહાનગરપાલિકા વિસ્તારના તમામ ૧૩ વોર્ડના ૧૩ કળશ વિવિધ ધાર્મિક સ્થળો અને મંદિરોમાં સ્થાપિત કરી મહાઆરતી તથા પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વાપી શહેર ભાજપના પ્રમુખ મનીષભાઈ દેસાઈ, મહામંત્રી વિરાજ દક્ષિણી, મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ તેમજ વિવિધ કમિટીના ચેરમેન અને ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતપોતાના બોર્ડમાં આ કાર્યક્રમ કરાયો હતો
આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતા.
અભિયાન અંતર્ગત સ્થાપિત કરાયેલા કુલ ૧૩ મોટા કળશને હવે સૂચના મુજબ આગામી બે દિવસ દરમિયાન વાપીના ૧૩ વોર્ડના નાગરિકોના ઘરે લઈ જઈ પૂજન તથા દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ સમગ્ર અભિયાન દ્વારા સામાજિક ઍકતા, ભાઈચારો અને સમરસતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્ના છે.