Damanganga Times.

Damanganga Times.

August 20, 2026

બલીઠા સબવેનો ઍક્ઝિટ રોડ અકસ્માતને આમંત્રણ આપે છે

બલીઠા સબવેનો ઍક્ઝિટ રોડ અકસ્માતને આમંત્રણ આપે છે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૯ ઃ વાપીના બલીઠા સબવેનો ઍક્ઝિટ રોડ હાલ જોખમી બની ગયો છે. પૂર્વમાં ભારે વરસાદ દરમિયાન ધોવાઈ ગયેલા સબવેના ઍપ્રોચ રોડની ઍક બાજુ રેલીની ખુલ્લી ગટર અને બીજી ધોવાયેલ રોડ જોવા મળી રહ્ના છે. આને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
સબવેમાંથી બહાર નીકળતી વખતે રોડ સાંકડો થઈ જાય છે અને બાજુમાં જ રેલીની ઊંડી ગટર આવેલી છે. રાત્રીના સમયે  ગટર દેખાતી નથી. પરિણામે બે પૈડા અને ચાર પૈડા વાહનો પટકાઈ પડવાની ભીતિ સતત રહે છે.
આમ છતાં તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપવામાં આવ્યું નથી. વાહન ચાલકોની માંગ છે કે મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર તાત્કાલિક બલીઠા સબવેના ઍપ્રોચ રોડની મરામત કરી રેલ્વેની ખુલ્લી ગટર બંધ કરવામાં આવે અથવા રેલીંગ બનાવાય તો  વાહનચાલકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.