Damanganga Times.

Damanganga Times.

August 20, 2026

આજે મંત્રી નરેશ પટેલ નવસારી જિલ્લાના પ્રવાસે

આજે મંત્રી નરેશ પટેલ નવસારી જિલ્લાના પ્રવાસે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૧૯ ઃ  રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નવસારી જિલ્લાની મુલાકાતે આવશે.
મંત્રી નરેશભાઈ પટેલ તા. ૨૦-૦૮-૨૦૨૬ના રોજ બપોરે ૧૨ઃ૦૦ કલાકે ન્યુ ગુજરાત પેટર્નના આયોજન અંગે યોજાનારી બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠક દરમિયાન ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત આદિજાતિ વિસ્તારોના વિકાસલક્ષી આયોજન તથા વિવિધ બાબતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
 બેઠક પૂર્ણ થયા બાદ મંત્રીશ્રી નવસારીથી સુરત જવા રવાના થશે.