Damanganga Times.

Damanganga Times.

August 20, 2026

રખોલીના પુલ પરથી નદીમાં કુદી પડતાં બે સગીરા પૈકી ઍકનું મોત

રખોલીના પુલ પરથી નદીમાં કુદી પડતાં બે સગીરા પૈકી ઍકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૯ ઃ સેલવાસના રખોલીના નવા પુલ પરથી બે સગીર વયની કિશોરીઓઍ બપોરે ૧૨ ઃ ૩૦ કલાકે દમણગંગા નદીમાં છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ઍક સગીરાનું પટકાતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ઍક સગીરા ગંભીર રીતે ઘવાતાં નમો મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, દપાડા વિસ્તારની રહીશ ૧૭ વર્ષીય અને ૧૫ વર્ષીય બે સગીરાઓઍ અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવ્યું હતું. નદીમાં પથ્થર પર પટકાતાં બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ૧૭ વર્ષીય સગીરાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઘવાયેલી ૧૫ વર્ષિય સગીરાને ૧૦૮માં  સેલવાસની નમો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને આ પગલું ભરવા પાછળનું સાચું કારણ જાણવા કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આજે બપોરે આ કમનસીબ બનાવ બન્યા બાદ હજુસુધી બંને યુવતીઓની ઓળખ થઈ શકી ન હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને બંનેની ઓળખ સહિત તેઓ પુલ સુધી કેવી રીતે પહોંચ્યા તથા ઘટના પહેલાં શું બન્યું હતું તેની તપાસ પ્રત્યક્ષદર્શીઅો અને અન્ય પુરાવા મેળવી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્નાં છે. નવો પુલ જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકાઈ ગયો છે અને વિસ્તારમાં નિયમિત પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે. તેમ છતાં પુલ પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી. ઉપરાંત, સંબંધિત ભાગમાં પૂરતી ઊંચાઈની સુરક્ષાત્મક રેલિંગ અથવા ઍન્ટી-જમ્પ બેરિયર પણ જોવા મળતા નથી.  આ અકસ્માતના કારણ અંગે અટકળો સાથે પુલની સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે.