Damanganga Times.

Damanganga Times.

August 20, 2026

વલસાડમાં ભારે ગંદકીથી ૧ પેઢીનું લાયસન્સ સસ્પેન્ડ, બે ઍકમોને નોટીસ

વલસાડમાં ભારે ગંદકીથી ૧ પેઢીનું લાયસન્સ સસ્પેન્ડ, બે ઍકમોને નોટીસ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યસામગ્રી મળી રહે તેમજ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી  શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વિવિધ હોટલો, ઢાબા અને રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન મગુમાવાડ સ્થિત ‘અન્નપૂર્ણા’ પેઢીમાં ભારે ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પેઢી નું લાયસન્સ  સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જયારે તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને આરોગ્યના નિયમોનું પાલન ન કરતી પેઢીઓને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે
અસ્વચ્છતા જણાતા તેમજ પાણીનો ટેસ્ટિંગ રિપોર્ટ, સ્ટાફનું મેડિકલ સર્ટિફિકેટ અને પેસ્ટ કંટ્રોલ રિપોર્ટ રજૂ ન કરી શકતા નોટિસ પાઠવાઈ  જેમાં રામદેવ રેસ્ટોરેન્ટ નેશનલ હાઈવે-૪૮, કિલ્લા પારડી અસ્વચ્છતા તથા જરૂરી મેડિકલ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલ અને પાણીનો રિપોર્ટ ન હોવાથી સુધારણા નોટિસ અપાઈ છે.તંત્રની ટીમે હાઇવે તથા આસપાસના વિસ્તારોમાં આવેલી અન્ય પેઢીઓ જેવી કે હોટલ ઓરિઝોન  ધરમપુર રોડ , ખોડિયાર હોટલ ધરમપુર ચોકડી,  હોટલ વિરામ ઍન્ડ ટેસ્ટ હાઉસ કિલ્લા પારડી,  શ્રી જય મધુબન રેસ્ટોરેન્ટ નનવાડા અને નવાબ કિચન ઢાબા ભિલાડમાં  પણ ચકાસણી કરી હતી, જ્યાં સ્વચ્છતા જળવાયેલી જોવા મળી હતી.
ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આગામી દિવસોમાં પણ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા ઍકમો સામે આ પ્રકારની સઘન ઝુંબેશ ચાલુ રહેશે.