Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ઉદવાડાના જ્વેલર્સ સાથે ૧.૯૦ લાખની ઠગાઈ કરનાર નવસારીથી ઝડપાયો

ઉદવાડાના જ્વેલર્સ સાથે ૧.૯૦ લાખની ઠગાઈ કરનાર નવસારીથી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૧૮ ઃ પારડી તાલુકાના ઓરવાડ ગામમાં આવેલા ઉદવાડા આર.ઍસ. ખાતે જ્વેલર્સના વેપારી સાથે રૂ. ૧.૯૦ લાખની ઠગાઈ આચરનાર રીઢા આરોપીને વલસાડ ઍલ.સી.બી. પોલીસે નવસારીથી ઝડપી પાડ્યો હતો. ઓરવાડ ખાતે શ્રી સુંધા જ્વેલર્સ ધરાવતા મહેન્દ્રકુમાર પરીહાર પાસે આરોપી હુસૈન પારડીવાલા રહે. પારડી આવ્યો હતો. તેણે પોતાની પાસે રૂ. ૩.૪૫ લાખની કિંમતનું પોણા ત્રણ તોલાનું સોનાનું કડું વાપીની ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકેલું હોવાનું જણાવ્યું હતું. આ લોન ભરપાઈ કરવાના બહાને તેણે કડું સસ્તા ભાવે વેચવાની લાલચ આપી હતી. વેપારીઍ વિશ્વાસમાં આવી ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રૂ. ૧,૯૦,૦૦૦ રોકડા આપ્યા હતા. આરોપીઍ ઍસ.બી.આઈ. બેંકમાં રોકડ રકમ ખાતામાં જમા કરાવીલોન ભરવાનું નાટક કરી મ્મીને લઈને આવું છું કહી બેંકમાંથી ચપટીમાં ગાયબ થઈ ગયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઍ રકમ ઉપાડી લીધી હતી અને આપેલું સરનામું પણ ખોટું હતું તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી હુસૈન પારડીવાલા સામે બિલીમોરા પોલીસ મથકમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ઠગાઈનો ગુનો નોંધાયો હતો. આરોપીને વલસાડ ઍલ.સી.બી. પોલીસે નવસારીથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલાયા છે. પારડી પોલીસે આરોપીનો કબજો ટ્રાન્સફર વોરંટથી લઇ આવીકાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પારડી બાદ આરોપીને ભિલાડ પોલીસ મથકે નોંધાયેલા ગુનાના કેસમાં પણ તપાસ અર્થે લઈ જવામાં આવશે. આ અંગે પારડી અને વલસાડ ઍલસીબી પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.