Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

દમણ ભાજપના કાઉન્સિલરો પાર્કિંગના નામે લોકોને હેરાન કરવાનું બંધ કરે ઃ કેતન પટેલ

દમણ ભાજપના કાઉન્સિલરો પાર્કિંગના નામે લોકોને હેરાન કરવાનું બંધ કરે ઃ કેતન પટેલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૧૮ ઃ દમણ-દીવ કોંગ્રેસે નો-ર્પાકિંગ પ્રતિબંધ અને વાહન ટોઇંગના મુદ્દા પર ભાજપના નગરસેવકો પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે આરોપ લગાવ્યો છે કે કાઉન્સિલરો ર્પાકિંગ અને વાહન ટોઇંગના નામે જનતાને હેરાન કરી રહ્ના છે.કેતન પટેલે જણાવ્યું હતું કે નો ર્પાકિંગના નામે લોકો પાસેથી ઍક હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્ના છે.
તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશને ભારત સરકાર તરફથી મોટી ગ્રાન્ટ મળે છે, તેથી જનતાને નાની નાની બાબતોમાં હેરાન ન થવું જોઈઍ. તેમણે કહ્નાં કે ગામડાંઓમાંથી લોકો દિવસમાં ઍક કે બે વાર બજારમાં ખરીદી કરવા આવે છે. તેથી, જો યોગ્ય ર્પાકિંગ વ્યવસ્થા કરવામાં નહીં આવે અને વાહનો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેની સીધી અસર જનતા પર પડશે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્નાં કે દમણમાં પર્યા ર્પાકિંગનો અભાવ છે. વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલા પૂરતી ર્પાકિંગ જગ્યાઓ પૂરી પાડવી જોઈઍ જેથી લોકોને ર્પાકિંગની સમસ્યાનો સામનો ન કરવો પડે. તેમણે ભાજપના કાઉન્સિલરોને જનતાને હેરાન કરવાને બદલે ર્પાકિંગની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાની અપીલ કરી.