Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

પારડીના ખેડ સત્યાગ્રહની ગાથા આજે પણ અવિસ્મરણીય

પારડીના ખેડ સત્યાગ્રહની ગાથા આજે પણ અવિસ્મરણીય


વલસાડ જિલ્લા અને રાજ્યમાં તથા કેન્દ્રમાં પારડી તાલુકો ખેડ સત્યાગ્રહના લીધે જાણીતું બન્યું હતું. પારડીમાં પહેલી સપ્ટેમ્બરે ખેડ સત્યાગ્રહની ઉજવણી કરવામાં આવે છે સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ દેસાઈ અને સ્વર્ગસ્થ ઉત્તમભાઈ પટેલ બંને જણા ઍ ભૂમિહીન ખેડૂતોને ખેતી કરવા માટે જમીન મળે અને ખેડૂતોને બે ટાણું ભોજન મળી રહે ઍવા હેતુથી ખેડ સત્યાગ્રહ કર્યો હતો અને અહિંસક લડત મહાત્મા ગાંધીજીના માર્ગે ઉત્તમભાઈ અને ઈશ્વરભાઈની આગેવાની હેઠળ પારડી તાલુકામાં શરૂ કરવામાં આવી હતી જે લડત ઍવી હતી કે લોકો જેલમાં પણ ગયા હતા પરંતુ લડત બંને આગેવાનોની સફળ થઈ હતી તે વખતની કેન્દ્ર સરકારે ખેડૂતોની લડત અને આંદોલન જોઈ ખેડૂતોના હિતમાં લોકોને જમીન આપવા માટે પરમિશન આપી હતી અને ખેડ સત્યાગ્રહ થકી વિશાળ સંખ્યામાં ભૂમિહીન લોકોને ખેતીની જમીન મળી શકીઍ હતી અને લોકોનો સર્વાંગી વિકાસ થઈ શક્યો છે આ લડતમાં વિજય મળ્યા બાદ સતત પહેલી સપ્ટેમ્બર ના રોજ કિસાન પંચાયત પારડી દ્વારા ખેડ સત્યાગ્રહની યાદમાં ખેડ સત્યાગ્રહ ની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ થી હમણાં સુધી અવિરત પણે ખેડ સત્યાગ્રહ પારડીની રેલી યોજવામાં આવે છે સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ ની યાદમાં શ્રદ્ધાંજલિ આપવા માટે સ્વર્ગસ્થ ઉત્તમભાઈ રેલી યોજતા હતા અને વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા હતા રેલી જોવા માટે ઍક ઉમરકો રહેતો હતો લોકોઍ માનતા હતા કે ઉત્તમભાઈ આઈ ખા તો ભગવાન આઈ ખા ઍવો ભગવાનની જેમ ઉત્તમ ભાઈને લોકો માનતા હતા. ઉત્તમભાઈઍ પોતાના જીવનમાં જ્યારે કોંગ્રેસ પારડીમાં કેન્દ્રીય મિનિસ્ટર હતા ત્યારે તેઓઍ સિવિલ હોસ્પિટલનો વલસાડમાં નિર્માણ કરાવ્યું હતું પારડી તાલુકામાં સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ દેસાઈ ના નામથી પારડી પાટ નદી પાસે આઈ.ટી.આઈ નું નિર્માણ કરાવ્યું હતું જેમાં જમીન કિસાન પંચાયતે આપી હતી રોહિણામાં સ્વર્ગસ્થ ઇશ્વરભાઇના નામથી હાઇસ્કુલ બનાવવામાં આવી છે આશ્રમશાળા બનાવવામાં આવી છે. ડુમલાવઓમાં ઈશ્વરભાઈના નામથી સ્કૂલ બનાવવામાં આવી છે અને ઈશ્વરભાઈ નો સ્મારક બનાવવામાં આવ્યો છે ઈશ્વરભાઈ અને કિસાન પંચાયત દ્વારા લોકોનો ઉપયોગી જમીન દાન અને શિક્ષણ માટે સંસ્થાઓનો બાંધકામ કરવામાં વધુ તેઓઍ ભાર મૂક્યો હતો ઍમના સમયમાં ઍમણે લોકોને ઉપયોગી ઍવા કામો કર્યા હતા કે લોકો ઍમને ભગવાનની જેમ માનતા હતા હવે જ્યારે ઍવો રહ્ના નથી ત્યારે ઍમની યાદમાં કિસાન પંચાયત દ્વારા દર વર્ષે રેલી યોજવામાં આવે છે. કિસાન પંચાયતના મંત્રી નટુભાઈ પટેલ કે જેવો સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ પટેલ અને ઉત્તમભાઈ પટેલ ના નામથી ચાલતી આશ્રમશાળામાં વિશાળ સંખ્યામાં બાળકોનો અભ્યાસ કરાવી બાળકોને જીવનમાં પ્રગતિશીલ થવા માટે પ્રયત્ન કરી રહ્ના છે અને ઉત્તમભાઈ તથા ઇશ્વરભાઇ બંને જણા ના સ્વપ્નને સાકાર કરી રહ્ના છે તેઓઍ કહ્નાં હતું કે પહેલી સપ્ટેમ્બર ના રોજ રાબેતા મુજબ કિસાન પંચાયત દ્વારા ખેડ સત્યાગ્રહ કિસાન રેલી નું આયોજન કરવામાં આવશે અને સ્વર્ગસ્થ ઉત્તમભાઈ તથા પૂજ્ય ઈશ્વરભાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને દર વર્ષે કિસાન પંચાયત રેલી યોજવા માટે ની જવાબદારી ઉત્તમભાઈઍ આપી હોય જેથી જીતુભાઈ ને સાથે રાખી કિસાન પંચાયત પારડી દર વર્ષે ખેડ સત્યાગ્રહ પારડીની રેલી યોજે છે ઉત્તમભાઈ જ્યારે જેવી થતા ત્યારે તેઓ વાપીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા ત્યારબાદ પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ને તેઓઍ ખેડ સત્યાગ્રહની રેલીમાં બોલાવ્યા હતા અને જીતુભાઈ ચૌધરી જે ભાજપના હાલના ધારાસભ્ય છે દર વખતે ઍમના આય ોજન થકી કિસાન પંચાયતની રેલીમાં વિશાળ સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને નેતાઓ આવે છે સાંસદ ધવલભાઇ પટેલ અને ઍમની ટીમ પણ આવી ચૂકી છે ઍટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કિસાન પંચાયતના સથવારે ભવ્ય કિસાન પંચાયત રેલીનો આયોજન કરવામાં આવે છે હાલમાં ઉત્તમભાઈના વહુ અને માજી તાલુકા પંચાયત પ્રમુખ તારાબેન કિર્તીભાઈ પટેલ અને ઍમનો દીકરો જીતેન્દ્રભાઈ પટેલ બંને જણા ભારતીય જનતા પાર્ટીમાં છે જીતેન્દ્રભાઈ પટેલ કે જેવો માજી તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય છે અને ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે ઉત્તમભાઈના આદર્શ અને પરંપરા ને આગળ વધારવામાં આવી રહી છે તો બીજી તરફ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પારડી ખેડ સત્યાગ્રહ રેલી યોજવામાં આવે છે જેમાં સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને ખેડૂતોને વિવિધ સાધનો ઍમના યાદમાં વિતરણ કરવામાં આવે છે આ રેલીમાં કોંગ્રેસના નેતાઓ હાજર રહે છે આમ હવે પારડી તાલુકાની ખેડૂત સત્યાગ્રહની રેલી બે જગ્યાઍ થાય છે જેમાં કોંગ્રેસ અલગ રેલીનું આયોજન કરે છે અને કિસાન પંચાયત પારડી અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મળી રેલીનું ભવ્ય આયોજન કરે છે અને સ્વર્ગસ્થ ઉત્તમભાઈ તથા ઈશ્વરભાઈ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ઍમને લોકો માટે કરેલા કાર્યોને યાદ કરવામાં આવે છે તથા ખેડૂતલક્ષી ભારતીય જનતા પાર્ટીની તમામ યોજનાઓ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે જેનાથી ખેડૂતોને લાભ મળતો હોય છે હવે જ્યારે પહેલી સપ્ટેમ્બર નજીક આવી રહી છે ત્યારે આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે કોંગ્રેસની આરનારામાં બેઠક થઈ ચૂકી છે ત્યારે ભાજપની પણ તૈયારીઓ થઈ રહી છે કિસાન પંચાયત પારડીદ્વારા વિદ્યાર્થીઓના ઘડતર માટે ખરેખર ચોક્કસ દિશા આપવામાં આવી છે. જેને દરેક સમાજ ઍ જીવનમાં ઉતારવા જોઈઍ પારડી આઈટીઆઈ થકી ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ કારખાનાઓમાં ચોક્કસ પગાર લઈને પોતાનો જીવન વ્યતીત કરી રહ્ના છે ઍ જ રીતે દરેક શૈક્ષણિક વિભાગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાના જીવનને પ્રગતિશીલ બનાવી રહ્ના છે.