Damanganga Times.

Damanganga Times.

August 18, 2026

સાપુતારાનો વોન્ટેડ આરોપી કચ્છથી ઝડપાયો

સાપુતારાનો વોન્ટેડ આરોપી કચ્છથી ઝડપાયો



(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ))

સાપુતારા, તા. ૧૭ ઃ ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. બારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને કચ્છ જિલ્લામાંથી પકડી પાડ્યો છે. ગત તારીખ ૧૦/૦૨/૨૦૨૬ ના રોજ સાપુતારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  આ ગુનામાં છેલ્લા સાત માસથી નાસતો-ફરતો આરોપી ખરમશી પૂજા વાવીયા ને સાપુતારા પોલીસે ટેકનિકલ ઍનાલિસિસ અને હ્નામન સોર્સના આધારે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પ્રાગપર ખાતેથી ઝડપી પાડ્યો છે.