ધરમપુરમાં અકસ્માત કરી નાસી ગયેલો પીકઅપ ચાલક ઝડપાયા
- byDamanganga Times
- 18 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૭ ઃ ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે અકસ્માત કરી નાસી છૂટેલા પીકઅપ ચાલકને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. અકસ્માત બાદ અજાણ્યા પીકઅપ ચાલકની શોધખોળ માટે ધરમપુર પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
પોલીસે અકસ્માત સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજનું વિશ્લેષણ તેમજ હ્નામન ઈન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ખેરગામ જકાતનાકા ખાતે રાત્રિના સમયે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્નાં હતું. તે દરમિયાન અકસ્માત કરી નાસી ગયેલી પીકઅપની ઓળખ થતાં મહિન્દ્રા પીકઅપ નં. પ્ણ્-૧૫-થ્ઘ્-૫૧૯૬ ને રોકી તપાસ કરવામાં આવી હતી.
પોલીસે પીકઅપના ચાલક મધુકર શ્રીરામ કૃપાણે (ઉં. ૪૦), રહે. નાસિક, મહારાષ્ટ્રને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પીકઅપથી અકસ્માત કર્યો હોવાની કબૂલાત કરી હતી. આથી ધરમપુર પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
