થ્રીડીમાં પ્રોત્સાહક ઔદ્યોગિક વાતાવરણ માટે વિમર્શ
- byDamanganga Times
- 18 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૭ ઃ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી. કેન્દ્રશાસિત પ્રદેશમાં વેપાર અને ઔદ્યોગિક વિકાસને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી.બેઠક દરમિયાન, પ્રશાસક પ્રફુલ પટેલે કેન્દ્રીય મંત્રી સાથે રાજ્યના ઔદ્યોગિક વિકાસ, વેપાર પ્રોત્સાહન અને ઉદ્યોગ માટે વધુ સારું વાતાવરણ બનાવવા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને પક્ષોઍ પ્રદેશમાં ઔદ્યોગિક અને વ્યાપારિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટેની શક્યતાઓ પર મંતવ્યો શેર કર્યા.
આ પ્રસંગે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ વહીવટીતંત્રના સલાહકાર અંકુર ગર્ગ, ઉદ્યોગ સચિવ અરુણ ટી. અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્ના હતા.
બેઠક દરમિયાન, રાજ્યમાં ઉદ્યોગ અને વેપારના વિસ્તરણ, રોકાણને પ્રોત્સાહન અને વિકાસની શક્યતાઓને આગળ વધારવા સંબંધિત મુદ્દાઓ પર ઉપયોગી વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
