સેલવાસની શાળામાં વિદ્યાર્થીઅો સમક્ષ રાજકીય ભાષણના આક્ષેપ સાથે કોîગ્રેસની ફરિયાદ
- byDamanganga Times
- 18 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૭ ઃ દાદરા અને નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રભુ ટોકિયાઍ શિવ પ્રકાશ મેમોરિયલ સ્કૂલમાં ૧૪ ઓગસ્ટે યોજાયેલા કથિત રાજકીય કાર્યક્રમને લઈને શિક્ષણ નિયામકને ફરિયાદ કરી છે.
તેમણે શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓની હાજરીમાં રાજકીય ભાષણો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે. ફરિયાદમાં ટોકિયાઍ આક્ષેપ કર્યો છે કે શાળાના પરિસર અને વિદ્યાર્થીઓનો કથિત રીતે રાજકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તેમણે શિક્ષણ વિભાગને શાળા સંચાલનને કારણદર્શક નોટિસ આપવા તેમજ કાર્યક્રમના સીસીટીવી ફૂટેજ, વીડિયો, પરવાનગી અને અન્ય સંબંધિત રેકોર્ડની તપાસ કરવાની માંગ કરી છે. કોંગ્રેસ પ્રમુખે કાર્યક્રમની વીડિયો લિંક પણ મીડિયા સાથે શેર કરી છે. તેમના જણાવ્યા મુજબ વીડિયો અને અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે કાર્યક્રમમાં શું બન્યું હતું તે સ્પષ્ટ થઈ શકે છે.
ફરિયાદની નકલો રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, શિક્ષણ વિભાગ અને પોલીસને પણ મોકલવામાં આવી છે. જોકે, ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. આ મામલે શાળા સંચાલન અને શિક્ષણ વિભાગનો પક્ષ સામે આવવાનો બાકી છે.
