વાપી પંથકમાં શિવ મંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા
- byDamanganga Times
- 18 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે વાપી પંથકના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોઍ ભગવાન શિવના દર્શન કરી જળાભિષેક, દુધાભિષેક તથા પૂજા-અર્ચના કરી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
વાપી શહેર ના સિદ્ધનાથ મહાદેવ મંદિર નામધાના ગુેશ્વર મહાદેવ મંદિર કુંતાના કુંતેશ્વર મહાદેવ મંદિર કચીગામના કંઠેશ્વર મહાદેવ મંદિર રાતા અને લવાછાના રામેશ્વર મહાદેવ મંદિર અનેદમણ સોમનાથ ના સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈને વિવિધ શિવ મંદિરોના સંચાલકો દ્વારા ભક્તોની સુવિધા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
