Damanganga Times.

Damanganga Times.

August 18, 2026

વાપી જીઆઈડીસીમાં જાખમી પાર્કિંગ સામે પોલીસની લાલ આંખ

વાપી જીઆઈડીસીમાં જાખમી પાર્કિંગ સામે પોલીસની લાલ આંખ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપી જીઆઇડીસી વિસ્તારમાં જાહેર માર્ગો પર બેફામ અને જોખમી રીતે ર્પાકિંગ કરવાની સમસ્યા વધતા વાપી જીઆઇડીસી પોલીસે સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. રોજના ધોરણે ૧૦થી વધુ વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુના નોંધવામાં આવી રહ્ના છે.
જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીઓમાં કામ કરવા આવતા કર્મચારીઓ અને માલસામાનની હેરફેર માટે આવતા ભારે વાહનોને કારણે રસ્તા પર ર્પાકિંગની સમસ્યા વકરી છે. વાપી ગુંજન રોડ, થર્ડ ફેજ, સેલવાસ રોડ સહિતના જાહેર માર્ગો પર કેટલાક વાહન  ચાલકો પાર્ક કરી દે છે. કે પૂર ઝડપે વાહનો હંકારી બીજાના જીવ જોખમમાં મૂકે છે જેના કારણે અન્ય વાહનોને અડચણ થાય છે અને કટોકટીના સમયે ફાયર કે ઍમ્બ્યુલન્સને પણ જવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત ખોટી જગ્યાઍ પાર્ક કરેલા વાહનોને કારણે અકસ્માતની શક્યતા પણ વધી જાય છે.
આ સમસ્યાને ધ્યાનમાં રાખી વાપી જીઆઇડીસી પોલીસ દ્વારા સવાર-સાંજના સમયે સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્નાં છે. જાહેર માર્ગ પર અડચણરૂપ અને જોખમી રીતે પાર્ક કરેલા વાહનોના ચાલકો સામે મોટર વ્હીકલ ઍક્ટ હેઠળ ગુના નોંધી દંડ વસૂલવામાં આવી રહ્ના છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રોજ સરેરાશ ૧૦થી ૧૫ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો સામે હવે કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં તેવી ચેતવણી આપી છે.