ધરમપુરની ઘરફોડ ચોરીમાં બે ઝડપાયા
- byDamanganga Times
- 18 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૭ ઃ ધરમપુર પોલીસ ટીમે રાત્રીની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મહારાષ્ટ્રના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો મળી કુલ રૂ.૯૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ધરમપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ તરફ આવતા રસ્તાના ઘ્ઘ્વ્સ્ ફૂટેજનું વિશ્લેષણ, વાહનની તપાસ અને હ્નામન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.પકડાયેલા આરોપીઓમાં ગણેશ પંઢરીનાથ બાગુલ (ઉં.૨૮) અને કિરણ ગોવિંદા ચૌધરી (ઉં.૨૫) બંને રહે. નાસિક, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ટીવી, પ્રિન્ટર, હાર્ડડિસ્ક, ઓફિસ ખુરશી, ખેતીનો દવા છાંટવાનો પંપ, કીબોર્ડ-માઉસ સહિતનો મુદ્દામાલ તેમજ ઍક્ટિવા અને હોન્ડા સાઇન મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
