વશીયરના વિવાદી પુલ - જમીન બાબતે કોîગ્રેસનો મોરચો
- byDamanganga Times
- 18 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ તાલુકાના વશીયર ગામે આશરે ૪ કરોડના સરકારી ખર્ચે નિર્માણ પામેલા ઍક પુલ અને તેને અડીને આવેલી વિવાદિત જમીનને લઈને ભારે ચર્ચાઓ અને વિવાદ ઊભો થયો છે. જેના મુદ્દે આજરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી આકારે જ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યા છે કે આ પુલનો લાભ સામાન્ય જનતા કરતાં ઍક ચોક્કસ વગદાર વ્યક્તિને પહોંચાડવા માટે સ્થાનિક ધારાસભ્યની ભલામણથી તૈયાર કરાયો હોવાની ચર્ચાઍ જોર પકડ્યું છે. આ સમગ્ર મામલે હવે જમીનની જૂની કાનૂની સ્થિતિ અને મહેસૂલી પ્રક્રિયાઓ પણ સવાલોના ઘેરામાં આવી છે.જે જમીનને જોડવા માટે પુલનું નિર્માણ થયું છે, તે જમીન અગાઉ સરકારી નિયમો મુજબ ‘ખાલસા’ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ઍક ભાગીદારી પેઢી દ્વારા આ જમીન પર ખેતીના દસ્તાવેજો બનાવવામાં આવ્યા હોવાના આરોપ છે. આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.
સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટર સમક્ષ મોકલવાનો હુકમ કર્યો હતો. મહેસૂલી તંત્ર સામે સવાલોં હાઇકોર્ટના નિર્દેશ છતાં, મહેસૂલી અધિકારીઓની કથિત ઢીલી નીતિ કે મિલીભગતને કારણે આ જમીન હજુ પણ સંબંધિત પક્ષકારના કબજા હેઠળ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્ના છે.
સરકારી તિજોરીમાંથી પ્રજાના ટેક્સના નાણાંનો ઉપયોગ ચોક્કસ ખાનગી હિત સાધવા માટે થયો હોવાની બાબત બહાર આવતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ધારાસભ્ય અને વગદાર પક્ષકાર વચ્ચેના કથિત મેળાપીપણાના આક્ષેપોને કારણે શાસક પક્ષની છબી ખરડાઈ રહી હોવાની ચર્ચા પક્ષના આંતરિક વર્તુળોમાં પણ શરૂ થઈ છે. સ્થાનિક જાગૃત નાગરિકો ની માંગ છે કે પુલના નિર્માણની મંજૂરી અને તેના વાસ્તવિક લોકઉપયોગ અંગે ઉચ્ચસ્તરીય તપાસ થાય, હાઇકોર્ટના આદેશ બાદ કલેક્ટર કચેરીમાં પેન્ડિંગ રહેલી રિવ્યૂ અરજી અને જમીનના વાસ્તવિક ટાઇટલની તટસ્થ તપાસ કરવામાં આવે, સરકારી જમીન અને સરકારી નાણાંનો દુરુપયોગ કરનારા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે.
