વાપી વંદે માતરમ્ ચોક પાસે ભારત માતા પૂજન અને રાષ્ટ્ર ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 18 August, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપી ઞ્ત્ઝ઼ઘ્ના વંદેમાતરમ ચોક ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શ્રી ભારત માતા પૂજન સેવા સમિતિ તથા સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત માતા પૂજન તથા રાષ્ટ્રધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ – વાપીના પ્રમુખ હાર્દિકભાઈ મહેતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ના હતા અને તેમના હસ્તે રાષ્ટ્રધ્વજારોહણ તથા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.
ધ્વજવંદન બાદ પોતાના સંબોધનમાં હાર્દિકભાઈ મહેતાઍ જણાવ્યું હતું કે, ૧૫ ઓગસ્ટના દિવસે આપણા હૃદયમાં જે દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરીઍ છીઍ, તે જ્યોત આખું વર્ષ અને જીવનભર પ્રજ્વલિત રાખવી જોઈઍ. આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજના સભ્યો, કારોબારી સભ્યો, કમિટી સભ્યો, પૂર્વ પ્રમુખઓ, ટ્રસ્ટીઓ તથા મહિલા મંડળના સભ્યોઍ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સાથે જ શ્રી ભારત માતા પૂજન સેવા સમિતિ તથા સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને વાપીવાસીઓઍ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિંદ, જય ભારત જેવા દેશભક્તિના ગગનભેદી નારાઓથી વંદેમાતરમ ચોક ગુંજી ઉઠ્યો હતો. ઉપસ્થિત સૌઍ રાષ્ટ્રની ઍકતા, અખંડિતતા અને પ્રગતિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
