પારડી કિલ્લાની તળેટીમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિરમાં શણગાર કરાયો
- byDamanganga Times
- 18 August, 2026
દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
પારડી, તા. ૧૭ ઃ પારડીમાં કિલ્લાની તળેટીમાં આવેલ શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર માં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ૮૦ માં સ્વતંત્રતા પર્વ આવતા આ વિસ્તારમાં રહેતા સ્થાનિક શિવ ભક્તોઍ મંદિરમાં સ્વયંભૂ પ્રગટ થયેલા પવિત્ર શિવલિંગનો શણગાર ભારતીય તિરંગા ઝંડાનો કર્યો હતો. ભારતને આઝાદી મળ્યા ને ૮૦ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ભગવાન ભોળા નાથની ભક્તિ સ્વતંત્ર રીતે લોકો કરી રહ્ના છે. પ્રાચીન મંદિર નો જીર્ણોદ્ધાર થયા નહીં ૯૫ વર્ષ થયા છે. આ પુરાણું મંદિર બહુ જૂનું છે અને પ્રાચીન છે જ્યાં જગદીશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે અને પારડીપંથકના શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપી રહ્ના છે હાલમાં ચાલી રહેલા પવિત્ર સોમવારના દિવસે અલગ અલગ પ્રકારે શણગાર કરવામાં આવશે રાત્રે થતી આરતીમાં જાહેર જનતાને સામેલ થવા મંદિરના દરેક યુવા ભક્તોઍ અપીલ કરી છે. ૧૫ મી ઓગસ્ટે આ વિસ્તારના સેવાભાવી શિવભક્ત યુવાનો સુકુલ શાહ ઝૂબીન દેસાઈ સન્ની કહાર જશ ભગત મિત મિસ્ત્રી ભૂદેવ જેનીલ જોશી જીત જોશી પોતે તિરંગા ઝંડાને શણગારી દેશભક્તિમય અને શિવભક્તિમય વાતાવરણ ઊભું કરતા આ પંથકમાં લોકો વિશાળ સંખ્યામાં હંમેશાની જેમ આવ્યા હતા અને તિરંગાના શણગાર સાથે ભગવાન ભોળાનાથના પવિત્ર શિવલિંગના દર્શન કર્યા હતા.
