Damanganga Times.

Damanganga Times.

August 18, 2026

વલસાડ જિલ્લાના પોલીસ જવાનોનું સન્માન કરાયું

વલસાડ જિલ્લાના પોલીસ જવાનોનું સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા.૧૬ ઃ ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને આપત્તિ સમયે કરેલી પ્રસંશનીય કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અતિભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિમાં પોલીસ જવાનો દ્વારા પોતાની સલામતીની પરવા કર્યા વગર અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા.
નાનાપોઢા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઍમ.ઍન. કાતરીયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ ભગુભાઈઍ ભારે વરસાદ દરમિયાન પુરના પાણીમાં ફસાયેલી ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી આશરે ૩૯ લોકોને અસાધારણ હિંમત, કૌશલ્ય અને સૂઝબૂઝથી રેસ્ક્યૂ કરી સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ઍન. ગોહિલે કોલક ખાડીમાં આવેલા પુર દરમિયાન પાણીના સંપ ઉપર પ્રચંડ પ્રવાહમાં ફસાયેલા આલોક કંપનીના કર્મચારી મકસૂદન યાદવને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર મારફતે ઍરલિફટ કરાવી સલામત રીતે બચાવવામાં મહત્વની કામગીરી કરી હતી.
નાનાપોઢા પોલીસ સ્ટેશનના અ.પો.કો. રાકેશભાઈ ભગુભાઈઍ પણ બસમાં ફસાયેલા ૩૯ વ્યક્તિઓના રેસ્ક્યૂમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વલસાડ પેરોલ ફર્લો સ્કવોડના પો.કો. પંકજ રૂપાભાઈ દેગામાઍ ટેકનિકલ અને હ્નામન સોર્સના આધારે સતત ત્રણ મહિના કામગીરી કરી છેતરપિંડી, લૂંટ અને ગેરકાયદેસર હથિયારના ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
સરીગામ પોલીસ સ્ટેશનના ઍ.ઍસ.આઈ. મયુરભાઈ લક્ષ્મણભાઈ અને પો.કો. ભારતસિંહ જાદવભાઈઍ ઘરેથી ગુમ થયેલા ૯ વર્ષીય બાળકને ટેકનિકલ વર્કઆઉટ અને હ્નામન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યું હતું. ભીલાડ પોલીસ સ્ટેશનના હે.કો. કાશીરામ મગનભાઈઍ પૂર દરમિયાન ઝાડ પર ફસાયેલા ટેન્કર ચાલકને દોરડાની મદદથી બચાવ્યો હતો. ઉમરગામ પોલીસ સ્ટેશનના ઍ.ઍસ.આઈ. રાકેશભાઈ મહાદેવભાઈ માંગેલા તથા પો.કો. હિરાભાઈ લક્ષુભાઈઍ ભાઠી કરમબેલી-કાયપાડા વિસ્તારમાં પૂર વચ્ચે ફસાયેલા પશુધનને સલામત સ્થળે ખસેડવામાં સેવા આપી હતી. પોતાની જાનની પરવા કર્યા વિના કરેલી આ કામગીરી બદલ પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયું હતું.