માણેકપુરમાં સ્વાતંત્ર્ય દિન ઉજવાયો
- byDamanganga Times
- 18 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૭ ઃ તાલુકાના માણેકપુર સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પારડી પ્રાંત અધિકારી નીરવભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓઍ દેશભક્તિ ગીતો પર નૃત્ય તેમજ નાટક રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ધ્વજવંદન બાદ પ્રાંત અધિકારી નીરવભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં ઉમરગામ તાલુકામાં પડેલી અતિવૃષ્ટિ વખતે જીવના જોખમે લોકો સુધી મદદ પહોંચાડી પ્રેરણારૂપ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર યુવકો ઉપરાંત તલાટી-કમ-મંત્રી, પોલીસ કર્મીઓ, અધિકારીઓ અને અન્ય કર્મયોગી કર્મચારીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે અતિવૃષ્ટિ દરમિયાન લોકોની મદદ માટે આગળ આવી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ઉમરગામના અપૂર્વભાઈ માછી, ખતલવાડ ગ્રામ પંચાયતના સરપંચ સુરેન્દ્ર ટંડેલ સહિત અન્ય તમામ યુવકોની કામગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ ડૉ. નીરવ શાહ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, લ્ત્ખ્ના નોટિફાઇડ બોર્ડના ચેરમેન દિલીપભાઈ ભંડારી, સરપંચ સંઘ પ્રમુખ રાકેશ વઘાત, ધોડીપાડા ગ્રામ પંચાયતના સરપંચ મીનાબેન પાટકર, ખ્ભ્પ્ઘ્ ડિરેક્ટર વિજયભાઈ પાટકર, પૂર્વ ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચિરાગભાઈ સહિત જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના માહોલમાં સંપન્ન થયો હતો.
