Damanganga Times.

Damanganga Times.

August 18, 2026

વલસાડમાં જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

વલસાડમાં જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 વલસાડ, તા. ૧૭ ઃ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના અપમાનના વિરોધમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ઍકઠા થઈને ઉગ્ર વિરોધ -દર્શિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ના મહામંત્રી  નિખિલભાઈ ચોકસી ની આગેવાની હેઠળ તેમજ પ્રદેશ ભાજપ ના મંત્રી સોનલબેન સોલંકી (જૈન) ની વિશેષ ઉપસ્તીથીમાં સહિત ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા.
પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી (જૈન) ઍ જણાવ્યું હતું કે, રાષ્ટ્રગાન/રાષ્ટ્રગીત વંદે માતરમ દેશની અસ્મિતા અને ગૌરવનું પ્રતીક છે. તેનું અનાદર કરવું ઍ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાની વિરુદ્ધ છે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદો અને દેશના સ્વાભિમાન સાથે કોઈપણ પ્રકારનું અપમાન સહન કરવામાં આવશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારતનું માન સમગ્ર વિશ્વમાં વધી રહ્નાં છે, ત્યારે આવા કૃત્યો દેશના યુવાનો ક્યારેય ચલાવી લેશે નહીં આ વિરોધ પ્રદર્શનનું આયોજન વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાના સંગઠનના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી રાષ્ટ્રહિત માટે ઍકજૂટતા વ્યક્ત કરી હતી.