Damanganga Times.

Damanganga Times.

August 18, 2026

રોણવેલમાં સમસ્ત ચટણી ચોબડિયા કુળ પરિવારની કારોબારી બેઠક મળી

રોણવેલમાં સમસ્ત ચટણી ચોબડિયા કુળ પરિવારની કારોબારી બેઠક મળી


  (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ સમસ્ત ચટણી ચોબડિયા કુળ પરિવાર, ગુજરાત–મહારાષ્ટ્ર–દા.ન.હ.–સેલવાસની ત્રિમાસિક કારોબારી બેઠક વલસાડ તાલુકાના રોણવેલ ગામનાં તાંતડિયા ફળિયામાં યોજાઈ હતી.ુ સમસ્ત ચટણી ચોબડિયા કુળ પરિવાર, ગુજરાત–મહારાષ્ટ્ર–દા.ન.હ.–સેલવાસની ત્રિમાસિક કારોબારી બેઠક તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રવિવારે કુળના સભ્ય  પ્રતાપભાઈ રણછોડભાઈ પટેલના નિવાસસ્થાને વલસાડ તાલુકા ના રોણવેલ ગામનાં  તાંતડિયા ફળિયા માં  યોજાઈ હતી.
બેઠકમાં કુળના પ્રમુખ, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યઓ તેમજ કુળ પરિવારના ભાઈઓ અને બહેનોઍ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બેઠકને સફળ બનાવી હતી.
બેઠક દરમિયાન કુળ પરિવારને વધુ સંગઠિત, મજબૂત અને પ્રગતિશીલ બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાથે જ આગામી કુળ સંમેલનનું આયોજન વધુ ભવ્ય, સુવ્યવસ્થિત અને સફળ રીતે કેવી રીતે કરવામાં આવે તે અંગે સભ્યો દ્વારા વિવિધ સૂચનો અને અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા. કુળના વિકાસની સાથે પરિવારના સભ્યો વચ્ચે ઍકતા, ભાઈચારો, સ્નેહ અને પરસ્પર સહકાર વધુ મજબૂત બને તે માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં કુળ પરિવારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપી સમાજના વિકાસમાં સૌનો સહયોગ રહે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બેઠકના અંતે ઉપસ્થિત તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ બેઠકનું સુંદર આયોજન કરવા બદલ યજમાન પ્રતાપભાઈ રણછોડભાઈ પટેલ તથા તેમના પરિવારનો કુળ પરિવાર તરફથી આભાર માનવામાં આવ્યો હતો.