Damanganga Times.

Damanganga Times.

August 18, 2026

વલસાડની કસ્તુરબા હોસ્પિ.માં આધુનિક મોડ્યુલર આઈ.સી.યુ.નું લોકાર્પણ કરાયું

વલસાડની કસ્તુરબા હોસ્પિ.માં આધુનિક મોડ્યુલર આઈ.સી.યુ.નું લોકાર્પણ કરાયું


  (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ  ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત કસ્તુરબા હોસ્પિટલ, વલસાડમાં  પુનઃવિકસિત આધુનિક મોડ્યુલર ઈન્ટેન્સિવ કેર યુનિટ (ત્ઘ્શ્) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
 આઈ. સી. યુ. નું કૃષ્ણાવદન ઠાકોરભાઈ દેસાઈ ના હસ્તે રીબીન કાપી લોકાર્પણ  કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વ ઠાકોરભાઈ દયાભાઈ દેસાઈના પરિવારજનો, અન્ય દાતા ઓ, કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળના ટ્રસ્ટી સભ્યો, હોસ્પિટલના કન્સલ્ટન્ટ્સ, તબીબી નિષ્ણાતો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્ના હતા.લોકાર્પણ પ્રસંગે ડૉ. સમીર દેસાઈ, ડૉ. મુશ્તાક કુરેશી, જયનીશ કોઠારી સહિત વલસાડ શહેરના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમમાં અન્ય દાતાઓ, તબીબી ક્ષેત્રના નિષ્ણાતો તથા હોસ્પિટલના તબીબો અને સ્ટાફે હાજરી આપી હતી. ૮૨ વર્ષની સેવાયાત્રા, ૪૩ વર્ષથી ક્રિટિકલ કેર સેવા ૧ જૂન ૧૯૪૪ના રોજ સ્થાપિત કસ્તુરબા હોસ્પિટલઍ ૮૨ વર્ષની સેવાયાત્રા પૂર્ણ કરી ૮૩મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળના પ્રમુખ કિરણ ઠાકોરભાઈ દેસાઈ, ઉપપ્રમુખ  અપૂર્વ અર્જુનભાઈ દેસાઈ, સહમંત્રી  અનીશ પ્રદ્યુમ્નભાઈ શાહ તથા સમસ્ત ટ્રસ્ટી મંડળ દ્વારા ત્ઘ્શ્ના વિકાસમાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો.