Damanganga Times.

Damanganga Times.

August 18, 2026

વલસાડ શ્રી ઍમ.ઍસ.પી. સંઘ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

વલસાડ શ્રી ઍમ.ઍસ.પી. સંઘ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ  યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ શ્રી ઍમ. ઍસ.પી. સંઘ વલસાડ શાખા દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ  વશિયર માં આવેલા માહ્નાવંશી સમાજ ના હોલ માં રાખવામાં આવ્યો હતો. જેમાં સમાજ નાં ધો. ૧ થી લઈ અનુસ્નાતક કક્ષા સુધી ના કુલ ૮૦ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ રોકડ રકમ તેમજ પ્રમાણપત્ર આપવામાં  આવ્યા હતા.
શ્રી ઍમ. ઍસ.પી. સંઘ વલસાડ શાખા દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ વલસાડના વશિયરમાં આવેલા સમાજના હોલમાં  આયોજન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે   અતિથિ વિશેષ તરીકે  ગિરીશકુમાર રણછોડભાઈ રાઠોડ  મુખ્ય મેહમાન પદે, સંઘના નિયમિત દાતા  રિતેશભાઈ સુરતી ઉપસ્થિત રહ્ના હતા.
ધો. ૧ થી લઈ અનુસ્નાતક કક્ષા સુધીના કુલ ૮૦ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રોકડ પુરસ્કાર તથા સહાય પણ ઍનાયત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન સંસ્થા ના પ્રમુખ  ધીરજ હળધર તેમજ ઉપપ્રમુખ પ્રા. ડૉ. મેહુલ તિથલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં સંસ્થા ના માનદ મંત્રી જયેશભાઈ ડાંગ તેમજ કારોબારી સભ્યો તથા કિંજલ વણકર દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.
ધો. ૧ થી ધો. ૯ સુધી ના વિદ્યાર્થીઓ ને કુલ રોકડ રૂ.૪૫૦૦ લ્લ્ઘ્ અને ણ્લ્ઘ્ મા પ્રથમક્રમે આવનાર વિદ્યાર્થીનીઓ અનુક્રમે જલ હિતેશ સુરતી તેમજ ક્રિયાંશી નિલેશ કરાડિયાને રૂ.૨૫૦૦ના રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
રિતેશભાઈ સુરતી ના સૌજન્ય થી લ્લ્ઘ્  અને ણ્લ્ઘ્ મા પાસ થનાર દરકે વિદ્યાર્થીઓ ને રોકડ રૂ. ૪૦૦ તેમજ પ્રમાણપત્ર થી પુરસ્કૃત કરાયા હતા. તેમજ અનુસ્નાતક અને સ્નાતક કક્ષાઍ સફળ થનાર દરેક વિદ્યાર્થીઓને ને રોકડ રૂ. ૫૦૦ તેમજ પ્રમાણપત્ર ઍનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મુંબઈ કેન્દ્રીય કાર્યાલય તરફથી જુદા જુદા ૭ વિદ્યાર્થીઓ ને રોકડ રૂ. ૫૦૦ પ્રમાણે કુલ રોકડ રૂ. ૩૫૦૦ ની સહાય આપવામાં આવી હતી. કેન્દ્રીય કાર્યાલય મુંબઈ તરફથી જોઇન્ટ સેક્રેટરી  ઉમેશભાઈ જાદવ ઉપસ્થિત રહ્ના હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ધીરજ હળધર, ઉપપ્રમુખ પ્રા. ડૉ. મેહુલ તિથલીયા  માનદ મંત્રી જયેશભાઈ ડાંગ તેમજ કારોબારી સભ્યો ઍ ભારે જહેમત ઉઠાવી હતી.