વલસાડમાં સ્વતંત્રતા દિને ૪ તલાટી કમ મંત્રીઅોનું સન્માન કરાયું
- byDamanganga Times
- 18 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ નાનાપોંઢા માં યોજાયેલા ૮૦મા સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી પ્રસંગે વલસાડ જિલ્લાના ચાર તલાટી કમ મંત્રી ઍ પૂર જેવી વિકટ પરિસ્થિતિ દરમિયાન દર્શાવેલ ઉત્તમ સેવા બદલ પ્રશસ્તિ સન્માનપત્ર ઍનાયત કરવામાં આવ્યું હતું. ૮૦મા સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી પ્રસંગે વલસાડ જિલ્લાના ચાર તલાટી કમ મંત્રી પ્ર કલ્પેશ પટેલ, કૃણાલ પંડ્યા, ચિરાગ પટેલ અને કિરાતસિંહ પરમારને પૂર જેવી વિકટ પરિસ્થિતિ દરમિયાન દર્શાવેલ ઉત્તમ સેવા બદલ પ્રશસ્તિ સન્માનપત્ર ઍનાયત કરવામાં આવ્યું હતું. પૂર જેવી આપત્તિ દરમિયાન તલાટી કમ મંત્રીઓઍ ગ્રામ્ય કક્ષાઍ નદીકાંઠાના વિસ્તારોમાં રહેવાસીઓને સમયસર સલામત આશ્રયસ્થાનો પર સ્થળાંતર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ કામગીરી, અસરગ્રસ્તોને ત્વરિત ફૂડ પેકેટની વ્યવસ્થા તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાઍ સતત રિર્પોટિંગ દ્વારા જાનહાનિ અને માલમત્તાના નુકસાનને અટકાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. વધુમાં, પૂરગ્રસ્ત પરિવારોને ઘરવખરી સહાય માટે ઝડપી સર્વે કામગીરી પણ કાર્યક્ષમ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. તેમની આ ઉત્કૃષ્ટ અને -શંસનીય કામગીરીને બિરદાવતા આદિજાતિ મંત્રી નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ બેન પટેલ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા ધારાસભ્ય ના વરદ હસ્તે પ્રશસ્તિ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તલાટી કમ મંત્રી અંભેટી કૃણાલ પંડ્યા અને ચિરાગ પટેલને વર્ષ ૨૦૨૨ દરમિયાન પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર અને ઉપસ્થિત મહાનુભાવોઍ તમામ સન્માનિત કર્મચારીઓની સેવા ભાવના અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને વધાવી હતી અને ભવિષ્યમાં પણ આવી જ જવાબદારીપૂર્વક કામગીરી કરવા માટે પ્રેરણા વ્યક્ત કરી હતી.
