Damanganga Times.

Damanganga Times.

August 18, 2026

વલસાડના ૧૪ કરાટેવીરોઍ ૧ ગોલ્ડ, ૪ સિલ્વર, અને ૯ બ્રોન્ઝ મેડલ મેળવ્યા

વલસાડના ૧૪ કરાટેવીરોઍ ૧ ગોલ્ડ, ૪ સિલ્વર, અને ૯ બ્રોન્ઝ મેડલ મેળવ્યા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ યુગ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ આણંદ માં  આયોજિત ઓલ ગુજરાત સોટોકાન કરાટે ચેમ્પયનશિપ ૨૦૨૬ યોજાઈ  જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ થી સિલેક્ટ થઈ આવેલા ૧૨૦૦ થી વધુ કરાટેકાઓઍ ભાગ લીધો હતો.વલસાડ જિલ્લા તરફથી ડિવાઇન સ્પોર્ટ્સ ઍન્ડ શોટોકન કરાટે ઍસોસિયેશન ઇન્ડિયાનાં ૧૪ કરાટેવિરો ભાગ લઈ ૧ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. યુગ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ  આણંદ  માં તા. ૧૫ અને ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ આયોજિત ઓલ ગુજરાત સોટોકાન કરાટે ચેમ્પયનશિપ ૨૦૨૬ યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ થી સિલેક્ટ થઈ આવેલા ૧૨૦૦ થી વધુ કરાટેકાઓઍ ભાગ લીધો હતો. જેમાં વલસાડ જિલ્લા તરફથી ડિવાઇન સ્પોર્ટ્સ ઍન્ડ શોટોકન કરાટે ઍસોસિયેશન ઇન્ડિયા (ઝ઼લ્લ્ધ્ખ્ત્) ના પ્રમુખ શિહાન વિગ્નેશ પટેલ અને જનરલ સેક્રેટરી શિહાન હિતેશ પટેલ તથા કોચ ચેતન પટેલના માર્ગદર્શન હેઠળ તાલીમ લેતા ટોટલ ૧૪ કરાટેવિરો ભાગ લીધો હતો અને કરાટેકાઓઍ કરાટે ચેમ્પયનશિપ સારુ પ્રદર્શન કરી ૧ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલ પ્રા કર્યા હતાં. જેમાં આદિત્રી લાડ ગોલ્ડ મેડલ, શ્રેયા પટેલ  સિલ્વર મેડલ, કિઆન દેસાઈ સિલ્વર મેડલ, હ્લીંહાન મોદી સિલ્વર મેડલ, દિવ્ય પટેલ સિલ્વર મેડલ,મેઘ પટેલ  બ્રોન્ઝ મેડલ,હેત પટેલ  બ્રોન્ઝ મેડલ, ડિક્સ પટેલ  બ્રોન્ઝ મેડલ, મિવાન પટેલ  બ્રોન્ઝ મેડલ,વૈદિક પટેલ  બ્રોન્ઝ મેડલ, પ્રીત પટેલ  બ્રોન્ઝ મેડલ, રુદ્રાલી પાટિલ  બ્રોન્ઝ મેડલ,તત્પરતા પટેલ  બ્રોન્ઝ મેડલ, સાની દાધણીયા  બ્રોન્ઝ મેડલ મેળવી કરાટેવિરો ઍ રાજ્ય કક્ષાઍ મેડલ્સ જીતી વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે.હેંસી કલ્પેશ ખત્રી (પ્રમુખ કરાટે ડો ફેડરેશન ગુજરાત) જેઓઍ વિનરઓને મેડલ અને સર્ટિફિકેટ આપી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.