Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

નાનાપોંઢા-કપરાડા તાલુકામાં શું શ્રાવણમાં ભજન-પરંપરા હવે વિલુ થવાની કગારે પહોîચી છે

નાનાપોંઢા-કપરાડા તાલુકામાં શું શ્રાવણમાં ભજન-પરંપરા હવે વિલુ થવાની કગારે પહોîચી છે


  પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થાય ત્યારે મનમાં ભક્તિભાવ સાથે અનેક જૂની યાદો તાજી થઈ જાય છે. આજથી ૨૦-૩૦ વર્ષ પહેલાંનો સમય યાદ કરીઍ તો શ્રાવણ માસ દરમિયાન ગામડાં અને શહેરોના અનેક વિસ્તારોમાં ભક્તિનું આગવું વાતાવરણ જોવા મળતું. સાંજ પડતાં જ ક્યાંક ઢોલકનો નાદ સંભળાતો, તો ક્યાંક ભજન-કીર્તનના સૂર વાતાવરણને ભક્તિમય બનાવી દેતા. ઘર-ઘરમાં ભજનો અને ધાર્મિક વાતો થતી અને લોકો રાત્રિના સમયે પણ ભજન મંડળીઓમાં જોડાતા.
પહેલાના સમયમાં ગામે ગામ ભજન મંડળીઓ કાર્યરત હતી. યુવાનો, વડીલો અને મહિલાઓ સૌ સાથે મળીને ભજનો ગાતા. કોઈ ઍકના ઘરે કે મંદિરમાં ભજનનું આયોજન થતું અને આખું ગામ તેમાં જોડાતું. શ્રાવણ માત્ર ધાર્મિક મહિનો નહોતો, પરંતુ લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવતો ઍક સામાજિક અવસર પણ હતો. પરંતુ સમય બદલાયો છે. આધુનિક જીવનશૈલી, મોબાઇલ, સોશિયલ મીડિયા, ટીવી અને અન્ય મનોરંજનના સાધનો વચ્ચે યુવા પેઢીનો પરંપરાગત ભજન-કીર્તન તરફનો રસ ઘટતો જોવા મળે છે. આજે શ્રાવણની રાતોમાં પહેલાં જેવો ઢોલકનો નાદ કે સામૂહિક ભજનનો ગુંજારવ ભાગ્યે જ સાંભળવા મળે છે. ઘણી જગ્યાઍ તો રાત્રિઓ જાણે સાવ શાંત બની ગઈ છે.
આ બદલાવ માટે માત્ર યુવા પેઢીને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી. પરંપરાઓને જીવંત રાખવાની જવાબદારી પરિવાર, સમાજ અને વડીલોની પણ છે. જો ભજન-કીર્તનને માત્ર જૂની પેઢીની બાબત માનવામાં આવશે અને નવી પેઢીને તેમાં જોડવાનો પ્રયાસ નહીં થાય, તો આવનારા સમયમાં આ સુંદર પરંપરા ખરેખર લુ થવાના આરે પહોંચી શકે છે.
પરંતુ હજુ મોડું થયું નથી. શ્રાવણ દરમિયાન ગામો અને સોસાયટીઓમાં ભજન સંધ્યા, લોકભજન સ્પર્ધા, બાળ-ભજન મંડળી અને યુવાનો માટે સંગીત આધારિત ધાર્મિક કાર્યક્રમો યોજી શકાય. વડીલો પોતાના અનુભવો અને ભજનો નવી પેઢી સાથે વહેંચે તો ઍક સુંદર સાંસ્કૃતિક સેતુ બની શકે. પરંપરા ત્યારે જ જીવંત રહે છે જ્યારે નવી પેઢી તેને પોતાની માને. શ્રાવણના ભજનો માત્ર ગીતો નથી; તેમાં આપણી સંસ્કૃતિ, સંસ્કાર, સંગીત અને સામૂહિક જીવનની સુગંધ છુપાયેલી છે. પ્રશ્ન ઍ નથી કે શ્રાવણની ભજન-પરંપરા નાબૂદ થશે કે નહીં; પ્રશ્ન ઍ છે કે આ પરંપરાને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે આપણે આજે શું કરી રહ્ના છીઍ?