સુખાલાની શાળાના ૧૨૧ વર્ષ પૂર્ણ થતાં ૧૨૧ વૃક્ષોનું વૃક્ષારોપણ
- byDamanganga Times
- 17 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૧૬ ઃ નાનાપોંઢા તાલુકાની વિજ્ઞાન પ્રયોગ શાળા, સુખાલા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, નાનાપોંઢા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સ્થાપનાના ૧૨૧ વર્ષ પૂર્ણ થવાના અવસરે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે શાળા પરિસરમાં ૧૨૧ વૃક્ષો રોપવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ પ્રસંગે શૈક્ષિક મહાસંઘ દ્વારા શાળા પરિસરમાં વિવિધ પ્રજાતિના વૃક્ષોના રોપાનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, વૃક્ષોના મહત્વની સમજ અને પ્રકૃતિ સંરક્ષણની ભાવના વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. શાળાના ૧૨૧ વર્ષના ગૌરવશાળી ઇતિહાસને યાદગાર બનાવવા માટે ૧૨૧ વૃક્ષો વાવવાનો આ સંકલ્પ સમાજ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નાનાપોંઢાના અધ્યક્ષ ડૉ. બાબુ ચૌધરી, મહામંત્રી ગોવનભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લાના મહામંત્રી રામુભાઈ પટેલ ઉપસ્થિત રહ્ના હતા. મહાસંઘના હોદ્દેદારો તથા શાળા પરિવારના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય હરેશભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવો, શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો તથા સહયોગી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વૃક્ષારોપણ સાથે રોપાયેલા વૃક્ષોની જાળવણી અને સંવર્ધન કરવાની જવાબદારી પણ સૌઍ નિભાવવી જોઈઍ તેમ જણાવ્યું હતું. શાળાના ૧૨૧ વર્ષ પૂર્ણ થવાના અવસરે હાથ ધરાયેલો ૧૨૧ વૃક્ષો રોપવાનો આ અભિયાન પર્યાવરણપ્રેમ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્નાં છે.
