Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

કોલવેરા અને શાહુડામાં અનાથ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ

કોલવેરા અને શાહુડામાં અનાથ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૧૬ ઃ કપરાડા તાલુકાના કોલવેરામાં માનવદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાહુડા અને કોલવેરા ગામનાં જરુરતમંદ વિદ્યાર્થીઅોને મફત કપડા, બાળકોને સ્કુલ બેગ, અનાજ તેમજ અન્ય દૈનિક જીવન જરુરીઆતની વસ્તુઓનું મફત વિતરણનો કાર્યક્રમ દાતાઅો અને  કોલવેરા ગામનાં સુનિલભાઈ ધુમ, કાશીનાથભાઈ તેમજ ઍમના મિત્રો, શાહુડા ગામના સરપંચ  ચુનીલાલભાઈના સહકારથી યોજાયો હતો.
આ ઉપરાંત જીલ્લા બાળકલ્યાણ સમિતિ ( વલસાડ) નાં ચેરમેન ભુવનેશ્વરીબેન દેસાઈ તેમજ ઍમના સાથી સભ્યોઍ અમારા સેવાયજ્ઞને આવકાર્યો હતો.  અને શાહુડા ગામના ૬ અનાથ બાળકોને સરકારશ્રી તરફથી વિવિધ પ્રકારના મળવાપાત્ર લાભ વિશે ધરપત આપી હતી.